Friday, September 11, 2026

અમદાવાદ SG હાઈવે પર ચોંકાવનારી ઘટના : નિર્માણાધીન બિલ્ડિંગના 32મા માળે ક્રેનમાં લટકતો મળ્યો મૃતદેહ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના એસજી હાઈવે પર નિર્માણાધીન બિલ્ડિંગમાં વહેલી સવારે ચોંકાવનારી ઘટના સામે આવી છે. નિર્માણાધીન ટ્રેમોન્ટ એડલિપ બિલ્ડિંગના 32મા માળે ક્રેન સાથે 22 વર્ષીય યુવકનો મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને યુવકના મૃતદેહને ક્રેનમાંથી નીચે ઉતારીને પોસ્ટ મોર્ટમ માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

રિપોર્ટ મુજબ, અમદાવાદના એસજી હાઈવે પર નિર્માણાધીન ટ્રેમોન્ટ એડલિપ બિલ્ડિંગમાં આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે.અમદાવાદમાં SG હાઇવે પર નિર્માણાધીન બિલ્ડિંગમાં એક 22 વર્ષીય યુવકે જીવન ટૂંકાવ્યું હતું.અમદાવાદના SG હાઇવે પર નિરમા યુનિવર્સિટી સામે નિર્માણાધીન ટ્રેમોર એક્લીપ્સ બિલ્ડિંગનું કામ ચાલતું હતું આ દરમિયાન યુવકનો મૃતદેહ ક્રેન પર લટકેલી હાલતમાં જોવા મળ્યો હતો. બિલ્ડિંગના 32મા માળે ક્રેનમાં લટકતી હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો હતો.મૃતકની ઓળખ 22 વર્ષીય પ્રીતમસિંહ તરીકે થઈ છે. પ્રીતમસિંહ છેલ્લા કેટલાક સમયથી સાઈટ પર ક્રેન ચલાવવાનું કામ કરતો હોવાનું સામે આવ્યું છે. મોડી રાતથી સવાર સુધી યુવકનો મૃતદેહ ક્રેનમાં લટકતી હાલતમાં હતો.

આ અંગે સોલા પોલીસને મેસેજ મળતા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને નીચે ઉતારવાની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહ હાલ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. યુવકે કયા કારણોસર આપઘાતનું પગલું ભર્યું તે અંગે હાલ તપાસ ચાલી રહી છે. સમગ્ર મામલે નોંધ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...