Friday, September 11, 2026

‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ના નારાઓ સાથે તિરંગાના રંગે રંગાયું અમદાવાદ, મોટી સંખ્યામાં લોકો જોડાયા

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરના રાયપુર ખાતેથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તિરંગો લહેરાવીને ભવ્ય પ્રારંભ કરાવ્યો હતો. ‘હર ઘર તિરંગા’ અભિયાન અને વંદે માતરમના 150 વર્ષની ઉજવણીના ભાગરૂપે દેશના વીર જવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા યોજાયેલી આ યાત્રામાં 1 લાખથી વધુ નગરજનો જોડાતા સમગ્ર શહેર રાષ્ટ્રપ્રેમના રંગે રંગાયું હતું.

સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અને વંદે માતરમ્ ગીતના 150 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસર નિમિત્તે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એક અદભુત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાયપુર બિગ બજાર પાસેથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલાએ રાષ્ટ્રધ્વજ લહેરાવીને આ ભવ્ય રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું.

આ યાત્રામાં સમગ્ર અમદાવાદ શહેરમાંથી યુવાનો, મહિલાઓ, શિક્ષકો, રમતવીરો અને વડીલો હાથમાં તિરંગો લઈને જોડાયા હતા. રાયપુરથી શરૂ થયેલી આ યાત્રામાં જનમેદનીનો ઉત્સાહ જોતા સમગ્ર માર્ગ ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ્’ ના નારાઓથી ગૂંજી ઉઠ્યો હતો.

આ તિરંગા યાત્રાનું મુખ્ય આકર્ષણ અમદાવાદ સ્કૂલ બોર્ડના શિક્ષકો દ્વારા પકડવામાં આવેલો 300 ફૂટ લાંબો વિશાળ રાષ્ટ્રધ્વજ હતો. યાત્રાના સમગ્ર રૂટ પર રાયપુર ચાર રસ્તા, ખાડિયા ગેટ અને સારંગપુર ચાર રસ્તા સહિતના સ્થળોએ 11 જેટલા ભવ્ય સ્વાગત સ્ટેજ ઊભા કરવામાં આવ્યા હતા.

પોલીસ બેન્ડ, એસઆરપી, હોમગાર્ડ, સ્કાઉટ ગાઈડના વિદ્યાર્થીઓ અને ફાયર વિભાગની પ્લાટુન યાત્રામાં શાન વધારી રહી હતી. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પર્યાવરણ જતન, સ્વચ્છતા અને રાષ્ટ્રભાવનાના સંદેશ આપતા વિવિધ ટેબ્લો રજૂ કરવામાં આવ્યા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...