Friday, September 11, 2026

અમદાવાદ પોલીસ કમિશ્નરે મહિલાઓને કરી અપીલ, મહિલાઓ માટે શરૂ કર્યું ‘મિશન સાયબર રક્ષિકા’, 8 આરોપીઓની ધરપકડ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં ડિજિટલ યુગ સાથે વધી રહેલા સાયબર ગુનાઓ અને ખાસ કરીને મહિલાઓને નિશાન બનાવી થતી ઓનલાઇન હેરાનગતિ સામે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી વધુ તેજ કરી છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની સૂચનાથી મહિલાઓની ઓનલાઇન સુરક્ષા માટે ‘મિશન સાયબર રક્ષિકા’ સ્ક્વોડની રચના કરવામાં આવી છે.

રિપોર્ટ મુજબ, જે અંતર્ગત ગત જુલાઈ માસ દરમિયાન જ સાયબર ક્રાઇમ સ્ટેશનમાં 11 જેટલી ગંભીર ફરિયાદો મળી હતી. આ ફરિયાદોમાં મહિલાઓના ફેક સોશિયલ મીડિયા આઈડી બનાવી તેમને બદનામ કરવા, ન્યૂડ ફોટા અને વીડિયો મોકલી માનસિક ત્રાસ આપવો તેમજ બ્લેકમેઇલ કરીને પૈસાની ઉઘરાણી કરવાના આરોપો હતા. પોલીસ કમિશનર દ્વારા આ મામલે 8 પી.આઈ. સહિત ઉચ્ચ અધિકારીઓની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો. ટેકનિકલ સર્વેલન્સ અને આઈપી એડ્રેસના આધારે સાયબર ટીમે ગુજરાતના વિવિધ જિલ્લાઓ ઉપરાંત પડોશી રાજ્ય રાજસ્થાનમાં દરોડા પાડી 1 મહિલા અને 7 પુરુષો મળી કાયદેસર રીતે કુલ 8 આરોપીઓની ધરપકડ કરી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે કેટલાક આરોપીઓ મહિલાઓના નામે ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવીને અન્ય મહિલાઓ સાથે સંપર્ક કરતા હતા. ત્યારબાદ વાતચીત દરમિયાન તેમના અંગત ફોટા અને વીડિયો મેળવી તેને વાયરલ કરવાની ધમકી આપવામાં આવતી હતી. કેટલાક કિસ્સાઓમાં આરોપીઓ પૈસાની માંગણી કરતા હતા, જ્યારે અન્ય કેસોમાં મહિલાઓના લગ્નજીવનમાં તણાવ ઊભો કરવા માટે તેમને સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મોટાભાગના કિસ્સાઓમાં ફરિયાદી મહિલાઓના નજીકના ઓળખીતાઓ અથવા તો તેમના અગાઉના બોયફ્રેન્ડ જ બદલો લેવાની કે બ્લેકમેઇલ કરવાની દાનતથી આરોપી નીકળ્યા હતા.પકડાયેલા આરોપીઓ પૈકી બે આરોપીઓ અત્યંત વિકૃત માનસિકતા ધરાવતા હતા. સ્નેપચેટ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા માધ્યમો પર કોઈપણ મહિલા કે યુવતીનું એકાઉન્ટ જોઈને તેમને ટાર્ગેટ કરી હેરાનગતિ કરવી એમની ટેવ બની ગઈ હતી.

પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે મહિલાઓને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા અથવા અન્ય ઓનલાઇન પ્લેટફોર્મ પર કોઈ અજાણી વ્યક્તિ અનિચ્છનીય મેસેજ, ફોટો કે વીડિયો મોકલીને હેરાન કરતી હોય અથવા ધમકી આપતી હોય તો ઘટનાને અવગણવાને બદલે તાત્કાલિક સાયબર ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરવો.

મિશન સાયબર રક્ષિકા સ્ક્વોડ દ્વારા ફરિયાદ કરનાર મહિલાઓની ઓળખ અને વિગતોની સંપૂર્ણ ગુપ્તતા જાળવવામાં આવશે તેવી ખાતરી પણ પોલીસ દ્વારા આપવામાં આવી છે.

સોશિયલ મીડિયા સુરક્ષા માટે પોલીસની સલાહ

પોલીસે મહિલાઓ સહિત તમામ સોશિયલ મીડિયા યુઝર્સને પોતાના એકાઉન્ટની સુરક્ષા અંગે સાવચેતી રાખવા અપીલ કરી છે.
સોશિયલ મીડિયા એકાઉન્ટના તમામ સિક્યુરિટી અને પ્રાઇવસી ફીચર્સ સક્રિય રાખવા.
અજાણ્યા વ્યક્તિઓની ફ્રેન્ડ અથવા ફોલો રિક્વેસ્ટ સ્વીકારવી નહીં.
અંગત માહિતી, ફોટા કે વીડિયો અજાણ્યા લોકો સાથે શેર ન કરવા.
શંકાસ્પદ એકાઉન્ટ અથવા મેસેજથી સાવચેત રહેવું.
ઓનલાઇન ધમકી કે બ્લેકમેઇલિંગ થાય તો પુરાવા સાચવીને તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો.

‘મિશન સાયબર રક્ષિકા’ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીથી મહિલાઓને નિશાન બનાવી ઓનલાઇન ગુનાઓ આચરતા તત્વો સામે અમદાવાદ પોલીસનો કડક અભિગમ સ્પષ્ટ થયો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...