Sunday, August 16, 2026

ગણેશ ચતુર્થીને લઈને પશ્ચિમ રેલવેએ ગુજરાત-મુંબઈથી શરૂ કરી સ્પેશિયલ ટ્રેનો

spot_img
Share

અમદાવાદ : આગામી સપ્ટેમ્બર મહિનામાં ગણેશોત્સવના તહેવાર દરમિયાન ટ્રેનમાં મુસાફરોના ભારે ધસારાને પહોંચી વળવા અને મુસાફરોની વ્યવસ્થા માટે પશ્ચિમ રેલવે દ્વારા વિવિધ ગણપતિ સ્પેશિયલ ટ્રેનોના વધારાના ફેરા (ટ્રીપ) દોડાવવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ તમામ ટ્રેનોનું બુકિંગ 15મી ઓગસ્ટ 2026થી તમામ PRS કાઉન્ટર તથા IRCTCની અધિકૃત વેબસાઈટ પરથી શરૂ કરી દેવામાં આવ્યું છે. ગુજરાત-મુંબઈની સ્પેશિયલ ટ્રેનો વિશેષ ભાડા સાથે ઓપરેટ થશે.

પશ્ચિમ રેલવેના જણાવ્યા અનુસાર, મુસાફરોના ઘસારાને પહોંચી વળવા માટે ગુજરાત અને મુંબઈથી રત્નાગિરી, ખેડ, સાવંતવાડી રોડ તથા વિશાખાપટ્ટનમ તરફ જતી ટ્રેનોમાં વધારાની ટ્રિપ્સ જોડવામાં આવી છે.

વધારાના ફેરા ધરાવતી ટ્રેનો…

ટ્રેન નં. 09030 (વલસાડ –રત્નાગિરી): 7 સપ્ટેમ્બર
ટ્રેન નં. 09029 (રત્નાગિરી –વલસાડ): 8 સપ્ટેમ્બર
ટ્રેન નં. 09022 (ઉધના –રત્નાગિરી): 10 સપ્ટેમ્બર
ટ્રેન નં. 09021 (રત્નાગિરી –ઉધના): 10 સપ્ટેમ્બર
ટ્રેન નં. 09114 (વડોદરા –રત્નાગિરી): 8 અને 22 સપ્ટેમ્બર
ટ્રેન નં. 09113 (રત્નાગિરી –વડોદરા): 9 અને 23 સપ્ટેમ્બર
ટ્રેન નં. 09013 (મુંબઈ સેન્ટ્રલ –ખેડ): 8 સપ્ટેમ્બર
ટ્રેન નં. 09014 (ખેડ –મુંબઈ સેન્ટ્રલ): 9 સપ્ટેમ્બર
ટ્રેન નં. 09019 (મુંબઈ સેન્ટ્રલ –સાવંતવાડી રોડ): 9 સપ્ટેમ્બર
ટ્રેન નં. 09020 (સાવંતવાડી રોડ –મુંબઈ સેન્ટ્રલ): 10 સપ્ટેમ્બર
ટ્રેન નં. 09035 (બાંદ્રા ટર્મિનસ –રત્નાગિરી): 10 સપ્ટેમ્બર
ટ્રેન નં. 09036 (રત્નાગિરી –બાંદ્રા ટર્મિનસ): 11 સપ્ટેમ્બર
ટ્રેન નં. 09124 (વિશાખાપટ્ટનમ –રત્નાગિરી): 7 સપ્ટેમ્બર
ટ્રેન નં. 09123 (રત્નાગિરી –વિશાખાપટ્ટનમ): 7 સપ્ટેમ્બર
ટ્રેન નં. 09110 (વિશાખાપટ્ટનમ –રત્નાગિરી): 9 સપ્ટેમ્બર
ટ્રેન નં. 09109 (રત્નાગિરી –વિશાખાપટ્ટનમ): 10 સપ્ટેમ્બર

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે, ટ્રેનનો સમય, વિવિધ સ્ટોપેજ અને કોચની વિગતો સહિતની વિગતવાર માહિતી ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઈટ enquiry.indianrail.gov.in પરથી મેળવી શકાશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...