Friday, September 11, 2026

અમદાવાદમાં મોંઘીદાટ સ્પોર્ટ્સ બાઇક ચોરતી ગેંગનો પર્દાફાશ: સોલા હાઇકોર્ટ પોલીસે 6 બાઇક સાથે રીઢા ચોરને દબોચ્યો

spot_img
Share

અમદાવાદ : સોલા હાઇકોર્ટ પોલીસે અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાંથી ચોરાયેલી છ મોંઘાદાટ અને કિંમતી સ્પોર્ટ્સ બાઇકનો ભેદ ઉકેલી એક આરોપીને ઝડપી લીધો છે. પોલીસે 21 વર્ષીય રીઢા બાઇક ચોર વિકાસ પરમાર પાસેથી કુલ રૂ. 4.70 લાખની કિંમતની છ ચોરાયેલી મોટરસાયકલ કબજે કરી છે. મૂળ ડુંગરપુર, રાજસ્થાનનો રહેવાસી અને હાલ ઘાટલોડિયા ખાતે રહેતો આ આરોપી પોતાની પાસે ચોરીની બાઇક રાખીને ફરતો હતો, ત્યારે જ પોલીસના હાથમાં ઝડપાઈ ગયો હતો.

રિપોર્ટ મુજબ, સોલા-સતાધાર બ્રિજ પાસે સોસાયટી બહારથી બજાજ પલ્સર-180 મોટરસાયકલની ચોરી અંગેનો ગુનો વણશોધાયેલ હતો. આ કેસની તપાસ દરમિયાન ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજના આધારે બાઇક ચોરની ઓળખ કરવામાં આવી હતી. મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે ગોતા સિલ્વર ઓક કોલેજ ચાર રસ્તા પાસેથી મોટરસાયકલ સાથે વિકાસ પરમાર (ઉં.વ. 21), વ્યવસાયે મજૂરી, હાલ મેમનગર-ઘાટલોડિયા, અમદાવાદને ઝડપી લીધો હતો.બાઇકના કાગળો માંગતા તે ગલ્લાંતલ્લાં કરવા લાગ્યો હતો.

પોલીસે યુક્તિપૂર્વક સઘન પૂછપરછ કરતાં તેણે બાઇક ચોરીનું હોવાની કબૂલાત કરી હતી.પોલીસની કડક પૂછપરછ દરમિયાન આરોપીએ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તે પોતાના મિત્ર સાથે મળીને અમદાવાદના અલગ-અલગ વિસ્તારોમાં રેકી કરીને ડુપ્લિકેટ ચાવી વડે સ્પોર્ટ્સ બાઇકની ચોરી કરતો હતો. ચોરી કર્યા બાદ વાહનોને પકડાઈ જવાના ડરથી AMC ના પાર્કિંગમાં દીવાલની આડમાં સંતાડી દેતા હતા. આરોપીની કબૂલાતના આધારે પોલીસે વધુ 5 બાઇક શોધી કાઢી હતી.

પોલીસે કબજે કરેલી છ મોટરસાયકલોમાં વાસણા વિસ્તારમાંથી ચોરાયેલી યામાહા R15-M, વાડજમાંથી ચોરાયેલી યામાહા R15, સોલા વિસ્તારમાંથી ચોરાયેલી બજાજ પલ્સર-180, ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાંથી ચોરાયેલી યામાહા R15, વસ્ત્રાપુરમાંથી ચોરાયેલી હીરો HF ડિલક્સ અને આનંદનગરમાંથી ચોરાયેલી બજાજ પલ્સર RS-200નો સમાવેશ થાય છે.

આ છ બાઇક ચોરીના ગુનાઓ પૈકી સોલા હાઇકોર્ટ, વાસણા, વાડજ, ગુજરાત યુનિવર્સિટી, વસ્ત્રાપુર અને આનંદનગર પોલીસ સ્ટેશનમાં એક-એક ગુનો નોંધાયેલો હતો. આ રીતે પોલીસે અલગ-અલગ પોલીસ સ્ટેશનના કુલ છ બાઇક ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે.

આરોપીઓ આ મોંઘાદાટ બાઇક્સ અમદાવાદ શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી ચોરી કરીને પોતાના વતન રાજસ્થાન ખાતે ઓછા ભાવે વેચી દેતા હતા. આરોપી વિકાસ પરમાર સામે અગાઉ પણ વાહન ચોરીના 6 ગુના નોંધાઈ ચૂક્યા છે. પોલીસે હાલ રૂ. 4.70 લાખની મત્તાની કુલ 6 મોટરસાઇકલ કબ્જે કરીને ફરાર સહ-આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...