Tuesday, August 18, 2026

ગોતામાં બ્રાન્ડેડ શોરૂમમાંથી રૂ.2.02 લાખની સોનાની ઘડિયાળ ચોરી કરનાર પૂર્વ કર્મચારી ગણતરીના કલાકોમાં ઝડપાયો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરના પોશ ગણાતા ગોતા વિસ્તારમાંથી એક ચોંકાવનારી ચોરીની ઘટના સામે આવી છે. ગોતા વિસ્તારમાં વંદેમાતરમ રોડ પર આવેલી બ્રાન્ડેડ શોરૂમમાંથી સોનાની મોંઘી ઘડિયાળ ચોરી કરનાર આરોપીને સોલા હાઇકોર્ટ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી રૂ. 2,02,400ની કિંમતની ચોરાયેલી સોનાની ઘડિયાળ પણ કબજે કરી છે.

રિપોર્ટ મુજબ, અમદાવાદના ગોતા વિસ્તારમાં વંદેમાતરમ રોડ પર આવેલો ઘડિયાળનો જાણીતો “ટાઇટન વર્લ્ડ એન્ડ ફાસ્ટ્રેક” શોરૂમમાં પોતાની પત્ની માટે ઘડિયાળ પસંદ કરવાના બહાને જોવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન સ્ટાફની નજર ચૂકવીને તેણે ટાઇટન કંપનીની ‘નેબ્યુલા’ મોડેલની રૂ. 2.02 લાખની લેડીઝ વોચની ચોરી કરી હતી.

ઘડિયાળ ગાયબ જણાઈ આવતાં શોરૂમ માલિક બળવંતભાઈએ સોલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો. પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ સોર્સ સક્રિય કરી ઘટનાસ્થળના CCTV ફૂટેજ તપાસ્યા હતા.દરમિયાન પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે સોલા વિવાંતા હોટલની બહાર એએમટીએસ બસ સ્ટેન્ડ નજીકથી આરોપી પ્રદીપ નાયકની ધરપકડ કરી છે.

આ અગાઉ સ્ટોરમાં ટેકનિશિયન તરીકે કામ કરી ચૂકેલો પ્રદીપ નાયક સ્ટોરના વાતાવરણ, કાઉન્ટર વ્યવસ્થા અને કિંમતી કલેક્શનની જગ્યાથી સારી રીતે વાકેફ હતો. પૂર્વ કર્મચારી હોવાના નાતે શોરૂમના વર્તમાન સ્ટાફ સાથે તેનો સારો પરિચય હતો. આ પરિચય અને વિશ્વાસનો ગેરલાભ ઉઠાવીને તેણે આયોજનબદ્ધ રીતે ચોરીને અંજામ આપવાની યોજના બનાવી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...