Wednesday, August 19, 2026

અમદાવાદ RTOમાં AI ડ્રાઇવિંગ ટેસ્ટનું પરિણામ, માત્ર 17 ટકા કાર ચાલકો પાસ, ટુ-વ્હીલરમાં 73 ટકા સફળતા

spot_img
Share

અમદાવાદ : રાજ્યના 26 RTOમાં AI ટ્રેક શરૂ કરાયા છે. પરંતુ આ મશીનરી સામે માણસ લાચાર હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ અગાઉ નોર્મલ ટ્રેકમાં ફોર વ્હીલર વાહનોમાં ટેસ્ટ ટ્રેક પર પાસીંગ રેશિયો 50થી 60 ટકા હતો. AI ટ્રેક શરૂ થતા તેમાં ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે.

રિપોર્ટ મુજબ, શહેરની સુભાષબ્રિજ RTOમાં નવો AI ડ્રાઇવિંગ ટેસ્ટ અમલી બનાવવામાં આવ્યાને એક મહિનો થયો છે. જોકે AI બાદ કાર ચાલકોના પાસ થવાનું પ્રમાણ ઘટ્યું છે. જેની સામે મોટી સંખ્યામા ટુ વ્હીલર ચાલકો પાસ થઈ રહ્યા છે. પહેલા મહિનામાં જ્યાં માત્ર 17 ટકા કાર ચાલકો જ ટેસ્ટ પાસ કરી શક્યા છે, ત્યાં ટુ-વ્હીલર ચાલકોનો પાસિંગ રેશિયો 73 ટકા રહ્યો છે.

છેલ્લા એક મહિના દરમિયાન કુલ 2,060 કાર ચાલકોએ ડ્રાઇવિંગ ટેસ્ટ આપી હતી, જેમાંથી માત્ર 358 ઉમેદવારો જ પાસ થઈ શક્યા છે. તેની સામે, ટુ-વ્હીલર ચાલકોનો સફળતા દર ઘણો ઊંચો રહ્યો હતો. ટેસ્ટ આપનારા કુલ 3,456 ટુ-વ્હીલર ચાલકોમાંથી 2,548 ઉમેદવારો પાસ થયા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, કાર ચાલકો માટે રિવર્સ S અને પેરેલલ પાર્કિંગ સૌથી મોટો પડકાર સાબિત થયા છે. જ્યારે ટુ-વ્હીલર ચાલકો માટે નાપાસ થવાનું સૌથી સામાન્ય કારણ ટેસ્ટ દરમિયાન જમીન પર પગ અડી જવો રહ્યું છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, નવો AI-આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ સંપૂર્ણપણે સિસ્ટમ સંચાલિત છે અને તે ડ્રાઇવરની નાની સરખી ભૂલ પણ ચલાવી લેતો નથી. તેથી, અરજદારોએ ટેસ્ટ આપવા આવતા પહેલા નવા નિયમોને બરાબર સમજી લેવા જોઈએ.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...