અમદાવાદ : ગુજરાત હાઉસિંગ વસાહત મંડળના પ્રમુખ શ્રી દિનેશ બારડ જણાવે છે કે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડ મારફતે બનાવવામાં આવેલી ફ્લેટ ટાઈપ વસાહતોની જમીન ગુજરાત હાઉસિંગ બોર્ડની માલિકીમાંથી મુક્ત કરીને ફ્રી હોલ્ડ કરી આપવાની દિશામાં જે પહેલ કરવામાં આવી રહી છે, તે આવકારદાયક છે.
તાજેતરના અખબારી અહેવાલો મુજબ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલી ફ્લેટ ટાઈપ વસાહતોની જમીન ફ્રી હોલ્ડ કરી આપવાની વિચારણા કરવામાં આવી રહી છે. આ ર્નિણયથી સંબંધિત એસોસિએશનો અને મકાનધારકોને પોતાની વસાહતોનું રીડેવલપમેન્ટ કરાવવામાં સરળતા રહેશે અને તેઓ પોતાની જરૂરિયાત મુજબ રીડેવલપમેન્ટની પ્રક્રિયા આગળ વધારી શકશે.
પરંતુ વર્તમાન સમયમાં રીડેવલપમેન્ટની પ્રક્રિયામાં સૌથી મોટો અવરોધ અસહમત સભ્યો દ્વારા ઊભો થતો હોય છે. ખાસ કરીને જેમણે પોતાના મકાનોમાં વધારાનું કે અનધિકૃત બાંધકામ કર્યું છે, તેવા કેટલાક રહીશો રીડેવલપમેન્ટની પ્રક્રિયામાં અડચણરૂપ બનતા હોય છે.
અખબારી અહેવાલો મુજબ આવા અનધિકૃત બાંધકામોને જંત્રીના દર પ્રમાણે રકમ વસૂલીને નિયમિત કરવાની વિચારણા થઈ રહી હોવાનું જણાય છે. જાે અનધિકૃત બાંધકામોને આ રીતે નિયમિત કરવામાં આવશે, તો રીડેવલપમેન્ટમાં અવરોધ ઊભો કરતા તત્ત્વોને વધુ પ્રોત્સાહન મળી શકે છે. પરિણામે ભવિષ્યમાં વસાહતોના રીડેવલપમેન્ટની પ્રક્રિયા વધુ મુશ્કેલ બની શકે છે.
આથી સરકારને અમારી સ્પષ્ટ રજૂઆત છે કે અનધિકૃત બાંધકામોને નિયમો વિરુદ્ધ નિયમિત કરવાની કોઈ નીતિ અમલમાં મૂકવી જાેઈએ નહીં, જેથી રીડેવલપમેન્ટની પ્રક્રિયામાં આવા બાંધકામો અડચણરૂપ ન બને અને સામાન્ય રહીશોને સમયસર નવા મકાનોનો લાભ મળી શકે.
EWS, LIG અને MIG રહીશો માટે ફ્રી હોલ્ડની ફી નહિવત રાખવાની માગણી
વિશેષમાં ગુજરાત સરકાર સમક્ષ અમારી મહત્ત્વની માગણી છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડની EWS, LIG અને MIG કેટેગરીની ફ્લેટ ટાઈપ વસાહતોમાં સામાન્ય તથા મધ્યમ વર્ગના પરિવારો વસવાટ કરે છે. આવા પરિવારો આર્થિક રીતે મર્યાદિત હોવાથી જમીન ફ્રી હોલ્ડ કરાવવા માટે જંત્રીના દર પ્રમાણે નક્કી થતી મોટી રકમ ચૂકવવા સક્ષમ નથી.
આ ઉપરાંત, જે મકાનધારકોના દસ્તાવેજાે હજુ સુધી બાકી છે, તેઓ પણ મોટી રકમ ચૂકવીને દસ્તાવેજાે કરાવી શકે તેવી આર્થિક સ્થિતિમાં નથી. પરિણામે, જાે ફ્રી હોલ્ડ માટે ઊંચી ફી નક્કી કરવામાં આવશે, તો સરકારની આ યોજનાનો લાભ ખરેખર જરૂરિયાતમંદ અને મધ્યમ વર્ગના રહીશો સુધી પહોંચી શકશે નહીં.
આથી અમારી માગણી છે કે EWS, LIG અને MIG કેટેગરીની વસાહતો માટે જમીન ફ્રી હોલ્ડ કરવાની તથા બાકી દસ્તાવેજાે કરી આપવાની ફી નામમાત્ર રાખવામાં આવે અથવા શક્ય હોય ત્યાં સુધી રાહત આપવામાં આવે, જેથી દરેક મકાનધારક આ યોજનાનો લાભ લઈ શકે.
અગાઉની યોજનામાંથી સરકારે બોધપાઠ લેવો જરૂરી : ગુજરાત હાઉસિંગ વસાહત મંડળ
અગાઉ પણ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલી એક માળનાં મકાનોની વસાહતો માટે જમીન મુક્ત કરવાની યોજના લાવવામાં આવી હતી. પરંતુ વસાહતોના રહીશો આર્થિક રીતે સક્ષમ ન હોવાને કારણે જરૂરી રકમ ભરી શક્યા નથી અને પરિણામે અનેક વસાહતોની જમીન આજદિન સુધી ગુજરાત હાઉસિંગ બોર્ડની માલિકીમાંથી મુક્ત થઈ શકી નથી.
આ હકીકતને ધ્યાનમાં રાખીને સરકારે નવી યોજના ઘડતી વખતે સામાન્ય અને મધ્યમ વર્ગના રહીશોની આર્થિક પરિસ્થિતિને પ્રાથમિકતા આપવી જાેઈએ. ફ્રી હોલ્ડની ફી ઊંચી રાખવાને બદલે રાહતદાયક અને વ્યવહારુ નીતિ બનાવવામાં આવશે તો જ આ યોજનાનો સાચો લાભ રહીશોને મળી શકશે અને રી-ડેવલપમેન્ટની પ્રક્રિયાને પણ વેગ મળશે.
અંતમાં ગુજરાત સરકારને ગુજરાત હાઉસિંગ વસાહત મંડળ વતી વિનંતી છે કે ફ્લેટ ટાઈપ વસાહતોની જમીન ફ્રી હોલ્ડ કરવાની પહેલને આવકારતાં, અનધિકૃત બાંધકામો અંગે કડક અને નિયમબદ્ધ નીતિ અપનાવવામાં આવે તથા EWS, LIG અને MIG રહીશો માટે ફ્રી હોલ્ડ અને દસ્તાવેજાેની ફી નહિવત રાખવામાં આવે, જેથી સામાન્ય નાગરિકોના હિતોનું રક્ષણ થાય અને વસાહતોના રીડેવલપમેન્ટનો માર્ગ સરળ બને.


