અમદાવાદ: દર વર્ષની માફક આ વર્ષે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી આ રથયાત્રા અષાઢી બીજના રોજ નીકળશે. આપને જણાવી દઈએ કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મંગળા આરતીમાં હાજરી આપશે. ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પહિંદ વિધિ કરવામાં આવશે.
રથયાત્રાના દિવસે મંગળા આરતી બાદ આદિવાસી નૃત્ય તેમજ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રથયાત્રા પરંપરાગત માર્ગો પર નીકળશે. જેમાં 18 શણગારેલા ગજરાજ પણ જોડાશે. સાથે જ 101 ભારતીય સંસ્કૃતિ પ્રતિકૃતિ દર્શવાતા ટ્રકો પણ જોડાશે.આ વખતે પણ રથયાત્રામાં 30 અખાડા, 18 ભજનમંડળી, 3 બેન્ડવાજા પણ જોડાશે. ઉપરાંત અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી સહિતના શહેરોમાંથી 2000 જેટલા સાધુ સંતો આવશે.
રથયાત્રામાં દરમિયાન 3000 કિલો મગ, 500 કિલો જાબું, 500 કિલો કાકડી અને 2 લાખ ઉપર્ણ પ્રસાદ આપવામાં આવશે. 18 જૂનના રોજ ભગવાન જગન્નાથ, સુભદ્રાજી, ભાઈ બલરામની નેત્રોઉત્સવ વિધિ કરવામાં આવશે.