22.3 C
Gujarat
Sunday, December 8, 2024

અમદાવાદમાં આંખો આવવાના કેસમાં ધરખમ વધારો, પાણી અને મચ્છરજન્ય કેસ પણ વધ્યાં

Share

અમદાવાદ : અમદાવાદ સહિત રાજ્યમાં રોગચાળાએ અજગરી ભરડો લીધો છે. હાલ ચોમાસાની સિઝન હોવાથી પાણીજન્ય અને મચ્છરજન્ય રોગએ માજા મુકી છે. ત્યારે આ બધાની વચ્ચે લોકોમાં આંખ આવવાની એટલે કે કન્જક્ટિવાઈટિસની સમસ્યા ખૂબ વધી છે. સામાન્ય રીતે આ સમસ્યા નાના બાળકોમાં વધારે જોવા મળી રહી છે. તબીબો દ્વારા એમ પણ માનવામાં આવી રહ્યુ છે કે, કોરોનાની અસર દરમિયાન જેમણે સ્ટીરોઇડ લીધા હોય એમને કન્જકટીવાઈટિસ વાયરસ જલદી ઇન્ફેક્શન કરતા હોય છે.

પ્રાપ્ત વિગતો મુજબ છેલ્લા સાત દિવસમાં અમદાવાદ શહેરમાં 12 થી 14 હજાર જેટલા લોકોને કન્જક્ટિવાઈટિસના શિકાર બન્યા છે. શહેરના તમામ અર્બન હેલ્થ સેન્ટરમાં દરરોજના 20 જેટલા કેસ છેલ્લા ઘણા દિવસોથી જોવા મળી રહ્યા છે. હોસ્પિટલમાં પણ કેસ નોંધાઈ રહ્યા છે.આંખોના રોગ કન્જક્ટિવાઈટિસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.આવનારા દિવસોમાં કેસોની સંખ્યામાં વધારો ન થાય તે માટે શહેરના અર્બન હેલ્થ સેન્ટર પર નિઃશુલ્ક ટીપાં આપવાનું પણ શરૂ કરવામાં આવ્યું છે, તેમજ લોકોમાં કન્જક્ટિવાઈટિસને લઈને જાગૃતિ ફેલાય તેવા પ્રયાસ પણ AMC દ્વારા કરવામાં આવી રહ્યાં છે.

જે રીતે કન્જક્ટિવાઈટિસની સાથે સાથે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માજા મુકી છે ત્યારે AMCનું આરોગ્ય ખાતુ પણ સક્રિય થયુ છે અને શહેરના વિવિધ ઝોનમાં મચ્છરોનો ઉપદ્રવ ઘટાડવા માટે મેગા ફોગિંગ ઝુંબેશ શરૂ કરી છે.

કન્જક્ટિવાઈટિસથી બચવા આટલું કરો
‘વાઈરલ કન્જક્ટિવાઈટિસ’થી બચવા સૌથી મહત્વની બાબત વ્યક્તિગત સ્વચ્છતા છે. જેમાં પોતાના હાથ અને મો ચોખ્ખા રાખવા, સાબુથી સમયાન્તરે હાથ અને મો ધોવું. ખાસ કરીને ભીડ-ભાડ વાળી જગ્યાઓ જેમ કે, હોટેલ, હોસ્ટેલ, મેળાવડા, થીયેટર, એસ.ટી.સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, મોલ, વગેરે જાહેર સ્થળોએ સ્વચ્છતા બાબતે ખાસ ધ્યાન રાખવું અને શક્ય હોય તો આવા સ્થળોએ જવા-આવવાનું ટાળવું જોઈએ.

આંખોમાં લાલાશ જણાય, દુખાવો થાય અથવા ચેપડા વળે તો નજીકના આંખના ડોક્ટર પાસે જઇ સારવાર કરાવવી. પોતાની જાતે ડોકટરની સલાહ વિના વગર મેડીકલ સ્ટોરમાંથી આંખના ટીપા લઇને નાખવા નહીં. ડોક્ટરે દર્શાવેલ ટીપા નાખતા પહેલા અને પછી સાબુથી હાથ ધોવા જરૂરી છે.

વધુમાં પરિવારના કોઈ સભ્યને કન્જક્ટિવાઈટિસની અસર થઈ હોય તો તેણે પોતાનો હાથ રૂમાલ, નાહ્વવાનો ટુવાલ તથા વ્યક્તિગત વપરાશની તમામ ચીજો અલગ રાખવી તેમજ અન્યનો સંપર્ક ટાળવાનો પ્રયત્ન કરવો.

વાઇરલ કન્જક્ટિવાઈટિસની અસર ઓછા સમય માટે રહેતી હોવાથી અસરગ્રસ્ત દર્દીઓએ ગભરાઇ જવાની જરૂર નથી પણ તબીબના માર્ગદર્શન હેઠળ સારવાર ચાલુ રાખવી અને ડોક્ટરની સૂચના મુજબ સમયાન્તરે હોસ્પિટલમાં તપાસ કરાવતા રહેવું. અસરગ્રસ્ત દર્દીએ શક્ય હોય તો આંખોને ચશ્માથી રક્ષિત કરવી જોઈએ.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles