30.3 C
Gujarat
Wednesday, October 23, 2024

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે, અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે

Share

અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વધુ એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આજે યુપીના સીએમની શપથ વિધિ પૂર્ણ કર્યા બાદ અમિત શાહ સીધા ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. શુક્રવારે મોડીરાત સુધી અમિત શાહ અમદાવાદ આવી જશે. ત્યારબાદ આવતીકાલથી અનેક વિકાસ કામોનો લોકપર્ણ કરશે.

કેન્દ્રીય ગૃહમંત્રીના કાર્યક્રમ પર એક નજર કરીએ તો અમદાવાદથી કલોલ સુધીના વિકાસકામોને લોકાર્પણ કરશે. જેની શરૂઆત અમદાવાદથી કરવામાં આવશે. 26 માર્ચે સવારે 09:30 કલાકે સોલા સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે સ્પીચ લેન્ગવેજ પેથોલોજી કોલેજનો પ્રારંભ કરાશે. સાથે જ ગરીબ – જરૂરિયાતમંદો માટે ભોજન વ્યવસ્થાની અલગ વ્યવસ્થા શુભારંભ કરવામાં આવશે.

ત્યારબાદ કલોલ તાલુકાના મોટી ભોંયણ ખાતે સવારે 10:30 કલાકે વિવિધ કાર્યોના ઇ-ખાતમુહૂર્ત – લોકાર્પણ તેમજ આંગણવાડી બહેનો અને આરોગ્ય વિભાગના કર્મીઓને કેન્સરની વહેલી તપાસ – નિદાન માટેના તાલીમ કાર્યક્રમનો શુભારંભ કરાવાશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles