25.9 C
Gujarat
Monday, December 23, 2024

ખ્યાતી હોસ્પિટલના કૌભાંડ બાદ સરકારનું મોટું એક્શન, હોસ્પિટલો માટે જાહેર કરી નવી SOP

Share

અમદાવાદ : ખ્યાતી હોસ્પિટલના કૌભાંડ પછી, રાજ્યના આરોગ્ય વિભાગે PMJAY યોજના હેઠળ કાર્ડિયાક સારવાર પૂરી પાડતી સૂચિબદ્ધ હોસ્પિટલો માટે અલગ માર્ગદર્શિકા તૈયાર કરી છે.આપને જણાવી દઈએ થોડા સમય પહેલા ખ્યાતિ હોસ્પિટલમા થોડા લોકોના મોત થયા હતા જેનું કારણ ડોક્ટરોની બેદરકારી અને PMJY યોજનાનો ખોટો ઉપયોગ કરી લોકો સાથે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું હતું. આ માર્ગદર્શિકા જેમાં હૃદયરોગની સારવાર કરતી હોસ્પિટલોમાં પૂર્ણ સમયના કાર્ડિયોલોજિસ્ટ અને કાર્ડિયો વેસ્ક્યુલર થોરાસિક સર્જન ફરજિયાત રહેશે. આ ઉપરાંત એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટીની સીડી દર્દીના પરિવાર સહિત આરોગ્ય વિભાગને આપવાની રહેશે. મહત્ત્વની વાત એ છે કે, કટોકટી પહેલાં, કાર્ડિયોલોજિસ્ટ 3 એમ્પેનલ્ડ હોસ્પિટલોમાં સેવા આપી શકતા હતા. પરંતુ હવેથી પૂર્ણ સમયના તબીબોની નિમણૂક કરવા સૂચના આપવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, PMJAY મા યોજના અંતર્ગત નવીન માર્ગદર્શિકા (SOP)

રાજ્યના કોઇપણ ગરીબ કે મધ્યમવર્ગીય પરિવાર પર એકાએક આવી પડેલી ખાસિયલ બીમારીના સારવાર ખર્મના કારણે કોઇ દેવાદાર ન બને તેની સતત ચિંતા રાજ્ય સરકારે કરી છે.
પ્રજાના કલ્યાણ માટે આપી મુશ્કેલીઓમાં સાથે આપવા માટે, તથા પરિવારના કોઈ સભ્યની અણધારી બિમારીના કારણે આખો પરિવાર વેર-વીખેર ના થઇ જાય તે માટે આરોગ્ય સહાય આપવા આશિકૃપી “PMIAY-મા” યોજના ગુજરાત રાજ્યના તમામ જીલ્લાઓમાં અમલી કરેલ છે.
જીલ્લાના છેવાડાના દર્દીને તમામ પ્રકારની સુવિધા અને સારપાર નજીકના અંતરે ઉપાબધ્ધ કરાવવામાં આવે તે ઉદ્દેશ્યથી ખાનગી હોસ્પિટલને એમપેન્વડ કરવામાં આવે છે.
જેમાં યોજના સાથે કાર્યરત વીમા કંપની અને જીલ્લાની ટીમ દ્વારા જરૂરી ચકાસણી સાથે યોજના સાથે જોડવામાં આવે છે. યોજના હેઠળ ટેકેર સેકન્ડરી અને ટર્સરી બિમારીઓ માટે નિયત કરેલ સારવાર મળવાપાત્ર છે. જેમા કાન, નાક અને ગળાના રોગો, સ્ત્રી રોગ, માનસિક રોગો, હૃદયના રોગો, કીડનીના રોગો, મગજના રોગો, ગંભીર ઇજાઓ, નવજાત શિશુઓને લગતા ગંભીર રોગો, કેન્સર, ઘૂંટણ અને થાપાના રિપ્લેસમેન્ટ, હ્રદય, કિડની, લીવર, ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટેશનની સાથે સાથે કોક્લીઅર ઈમ્પલાન્ટ(હીયરીંગ એઇડ) સહિતની અન્ય જટીબ પ્રકારની અને ખર્ચાળ સારવારનો લાભ દર્દી યોજના હેઠળ મેળવી શકે છે.
હોસ્પિટલમાં રજીસ્ટ્રેશન, કન્સલ્ટેશન, નિદાન માટેના લેબોરેટરી રીપોર્ટ, સર્જરી, સર્જરી બાદની ફોલોઅપની સેવાઓ, દવાઓ, દાખલ ચાર્જ, દર્દીને ખોરાક, મુસાફરી ખર્ચ વગેરેનો લાભ લાભાથીને મળવાપાત્ર છે.
ગુજરાત સરકારે ખાનગી ક્ષેત્રના તજજ્ઞોને સાંકળીને, આર્થિક રીતે પછાત વર્ગની સગર્ભાઓને સલામત પ્રસુતિ સેવાઓ પૂરી પાડવા તેમજ રાજ્યના હાઈ પ્રાયોરીટી તાલુકાઓ કે જેમાં નવજાત શિશુ માટે NICU ની સુવિધા મળે રહેતે હેતુથી ચિરંજીવી યોજના” અને “બાલસખા યોજના”ના લાભોને પણ “PMJAY-મા – મા” યોજના સમાવિષ્ટ કરેલ છે.
રાજ્યના સામાન્ય પ્રજા તેમજ છેવાડાના માનવીને યોજનાનો લાભ સરળતાથી મળી રહે તે હેતુથી ઉત્તરોત્તર હોસ્પિટલની નોંધણી કરીને યોજનાનો લાભા આપવાનો ઉદ્દેશ છે.
કાર્ડિયોલોજીની સેવાઓ માટે એસઓપી
ટેકનીકલ બાબતોને ધ્યાને લઇને સ્પેશ્યાલીટીમાં સુધારા કરવા જરૂરી જણાય છે, જે ધ્યાને લઈને રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી કાર્ડિયોલોજી સેવાઓની માર્ગદર્શિકામાં સુધારા જાહેર કરીએ છીએ. દર્દીના હીતમાં શ્રેષ્ઠ નિર્ણય લઇ શકાય તે માટે કાર્ડિયોલોજીની સેવાઓ માટે કાર્ડિયોલોજીસ્ટ તથા કાર્ડિયોથોરેસિ સર્જન સાથે ફુલ ટાઇમ કામ કરતા હોય તેવા સેન્ટરોને જ કાર્ડિયોલોજીના કલ્સટર માટે માન્યતા પ્રાપ્ત ગણવાન નિર્ણય લીધેલ છે. જેથી લાભાર્થીના હિતમાં સંયુક્ત રીતે શ્રેષ્ઠ નિર્ણય લઇ શકાય. આ ઉપરાંત હોસ્પિટલો ખા ફુલ ટાઇમ કાર્ડિયાક એનેસ્થેટીસ્ટ તથા ફિજીયોથેરાપિસ્ટ રાખવા આવશ્યક રહેશે. ખાસ કિસ્સામાં ઇમરજન્સી સારવાર અતિઆવશ્યક હોય તેવા સંજોગોમાં જ ફક્ત કાર્ડિયોલોજીની સેવાર આપતા સેન્ટર એજીયોપ્લાસ્ટી કરી શકશે. હોસ્પિટલોએ એન્જીયોગ્રાફી તેમજ એન્જીયોપ્લાસ્ટીની CD/વીડિયોગ્રાફી પ્રિઓથના સમયે અપલોડ કરવા રહેશે. ઇમરજન્સી કેસમાં સદર CD/વીડિયોગ્રાફી સારવાર બાદ અપલોડ કરવાની રહેશે.

કેન્સરની સેવાઓ માટે એસઓપી
નિષ્ણાંત તબીબોના સૂચનબાદ ઓન્કોલોજી એટલે કે કેન્સરની વિવિધ પ્રોસિઝર સારવાર માટેની પણ નવીન માર્ગદર્શિકા બનાવવામાં આવી છે. કેન્સરના દર્દીની જરૂરિયાત મુજબની યોગ્ય સારવારનો પ્લાન નક્કિ કરવા માટે મેડીકલ ઓન્કોલોજિસ્ટ, સર્જીકલ ઓન્કોલોજિસ્ટ અને રેડિયેશન ઓ-કોલોજિસ્ટની સંમુન પેનલ ટ્યુમર બોર્ડ તરિકે નિર્ણય લઈ TBC (ટપુમર બોર્ડ સર્ટિફિકેટા માં દર્દીનો ટ્રીટમેન્ટ પ્લાન નક્કી કરશે. TBC(ટયુમર ભોર્ટ સર્ટિફિકેટ) અપલીડ કરવાનું ફરજીયાત સહેશે. દર્દીને કેન્સરની યોગ્યત્તમ સારવાર મળી એ તે માટે IGRT (ઈમેજ ગાઈડેડ રેડિએશન થેરાપી) માં CBCT (કોન ભીમ કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી સિસ્ટમ) ઈમેજ KV (કિલો વોટ) માં જ લેવાનું ફરજીયાત કરવામાં આવ્યું છે. વધુમાં આ થેરાપી કયા કયા ટ્યુમરમાં કરી શકાશે તેની પણ વિગતવાર ગાઇડલાઇન બનાવવામાં આવી છે. કેન્સરની ટ્રિટમેન્ટ માટેની રેડિયેશન થેરાપીમાં યોગ્ય સારવાર અને પેકેજિસની પસંદગીની સુગમતા રહે તે માટે રેડિયેશનના પેકેજીસમાં જરૂરી સુધારા કરવામાં આવ્યા છે. મહીલાઓમાં જોવા મળતા કેન્સર જેવા કે, ગર્ભાશયના મુખનું કેન્સર, યોનીમાર્ગનું કેન્સર કે અન્ય કેન્સર જ્યાં બ્રેકીથેરાપી જરૂરી હોય, તેવા કિસ્સાઓમાં જે હોસ્પિટલ પાસે બ્રેકી થેરાપીની સગવડ છે, ત્યાં જ PMJAY અંતર્ગત સારવાર આપવાની રહેશે. બ્રેકી થેરાપી માટે હોસ્પિટલનું ટાઈ-અપ ચલાવવામાં આવશે નહીં. રેડિયોથેરાપી મશીન માટે નક્કી થયેલ ક્વોલિટી કન્ટ્રોલના માપદંડનું પાલન કરી હોસ્પિટલે રેકોર્ડ નિભાવવાનો રહેશે.

નિયોનેટલ કેર માટે એસઓપી
નિયોનેટલ કેર અને ખાસ કરીને ભાળકોને આઈ.સી.યુ.મો આપવામાં આવતી સારવાર અંગેની જુદી-જુદી રજુઆતો ધ્યાને આવતા નવીન માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે. NICUSNCU (નિયોનેટલ ઈન્ટેન્સિવ કેર યુનિટ / સ્પેશિયલ ન્યુબીન કેર યુનિટ)માં ભાળકોને ગુણવત્તાસભર સારવાર સુનિશ્ચિત કરવા માટે હોસ્પિટલે ફરજીયાત પણે માતાઓની પ્રાઈવસી સચવાય તે ધ્યાને લઈને CCTV ઈન્સટોલેશન કરવાનું રહેશે. THO દ્વારા સમયાંતરે NICUની મુલાકાત થઇ રિપોર્ટ SHAને સબમિટ કરવાનો રહેશે. ઓનલાઈન વિઝિટ મોડયુલ પોર્ટલ ટુંક સમયમાં જ કાર્યરત થશે, જેથી દરેક વિઝિટને અસરકારક રીતે મોનીટર કરવામાં આવશે. બાળકોને રાઉન્ડ ધ ક્લોક સારવાર મળી રહે તે માટે નિઓનેટલ સ્પેશ્યાલિટીમાં એમ્પેનલમેન્ટ માટે ફૂલ ટાઇમ પીડિયાટ્રિશયન ફરજિયાત કરવામાં આવેલ છે. પીડિયાટ્રિક હોસ્પિટલ માટેની યોજનાની માર્ગદર્શિકાના ધારા-ધોરણ મુજબ દર્દીના બેડ પ્રમાણે નર્સિંગ સ્ટાફ રાખવાનો રહેશે.

IKR/THB (Tusal Kocs.replacement/Total Hip replacement માટે એસઓપી
યોજના એઠળ TKR/THR ઓપરેશન કરતી હોસ્પિટલીએ “ઓર્થોપેડીક અને પોલીટ્રોમા(અકસ્માત)”ના કેસોની પણ સારવાર પણ આપવાની હોવાથી “ઓર્થો પ્લાસ્ટી (TKR/THR)”નાં ઓછામાં ઓછા ૩૦% “ઓર્થોપેડીક અને પોલીટ્રોમા(અકસ્માત)”ના કેસોને સારવાર આપવાનું ફરજીયાત કરેલ છે. જેમાં ઉક્ત રેશિયોનું પાલન ન થાય તો હોસ્પિટલને પેનલ્ટી કરવામાં આવે છે. હોસ્પિટલ દ્વારા સળંગ ૯ માસ સુધી ઉક્ત રેશિયોનું પાલન ન થાય તો, તેવા કિસ્સામાં હોસ્પિટલને ઓર્થોપ્લાસ્ટી (TKR/THR)” સ્પેશ્યાલીટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે. યોજના અંતર્ગત જોડાયેલ કુલ ૭૫ હોસ્પિટલને રૂ. ૩.૫૧ કરોડની TKR અંતર્ગત પેનલ્ટી કરવામાં આવેલ છે.

ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ
ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની જોગવાઈ અન્વયે પૂર્વવ્યાખ્યાયિત સારવાર પ્રક્રિયાની વિગતવાર પુરતી સમજણ દર્દી અને તેઓના સગાને આપતી વખતે video રેકોડીંગ સાથેનું સંમતિ પત્રક લેવાનું ફરજિયાત કરવામાં આવેલ છે. જેમા નીચે મુજબની તબીબી સારવારનો સમાવેશ કરાયેલ છે.

1. એન્જીઓગ્રાફી
2. એન્જીઓપ્લાસ્ટી
૩. કોરોનરી આર્ટરી બાયપાસ સર્જરી
4. એમ્પ્યુટેશન (અંગ વીચ્છેદન સર્જરી)
5. તમામ “Ectomy” અંતર્ગત સર્જરી (શરીર નો કોઈ ભાગ દૂર કરવાની સર્જરી)
6. ઓર્ગન ડોનેશન/ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેસન/ઓર્ગન રિટ્રાઇવલ સર્જરી
7. સ્પાઈનલ સર્જરી/બ્રેઈન સર્જરી/કેન્સર સર્જરી દર્દીને ડિસ્ચાર્જ વખતે ભવિષ્યમાં વધુ સારવાર અર્થે ઉપયોગી થાય તે હેતુસર ડિસ્ચાર્જ સમરી હોસ્પિટલાઇજેશન દરમ્યાન કરવામાં આવેલ લેબોરેસ્ટ્રી, રેડિયોલોજી વગેરે તમામ ડાયગ્નોસ્ટીક ચિપ ફરજીયાત આપવાના રહેશે. ગુજરાત રાજ્યની તમામ હોસ્પિટલોએ Infection control and prevention માટેની ભારત સર ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

વડાપ્રધાનથી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ PMJAY યોજનાનો વ્યાપ ઉત્તરોતર વધતો હોજ છે. હાલમાં ગુજરાત રાજ્યમાં અંદાજે ૦૭ લાખ કુટુંબી/ ૨.૬૫ કરોડ લાભાથીઓ આ યોજનામાં જોડાઈને અંદાજીત ૯૦૦થી વધુ ખાનગી તથા ૧૫૦૦થી વધુ સરકારી હોસ્પિટલો ખાતે નિયમિત સારવાર મેળવી રહ્યાં છે. ઉક્ત ખાનગી હોસ્પિટલો દ્વારા યોજનાની ગાઈડલાઈનનો ભંગ થતી તથા ગુનાહિત હેતુ સાથે થતી સારવાર સંબધિત ફરિયાદોને કારણે વર્ષ 2024 માં અત્યાર સુધીમાં કુલ ૧૪ થી વધુ હોરિપટલ સામે ગેરરીતિ બદલ સસ્પેન્ડ ડિઍમ્પેન્સ્ડ અને પેનલ્ટી ની કાર્યવાહી કરી છે. અમુક કિસ્સાઓમાં ડૉક્ટરોને પણ યોજનામાંથી કાયમી ધોરણે દુર કરવા ઉપરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા પણ જરૂરી પગલા લેવાની ફરજ પડેલ છે. રાજ્ય સરકાર દ્વારા સમયઅંતરે હોસ્પિટલોના બનાવની વિગતો ધ્યાને આવતા જરૂરી પગલા રાજ્ય કક્ષાએથી પણ લેવામાં આવેલ છે. જેમાં રાજ્ય સરકારે વિવિધ સ્પેશ્યાલિટીની સારવારમાં દર્દીના હીતને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રકારના પેકેજ અને સરવારની ગાઇડલાઇનમાં સુધારા કરવામાં આવ્યો છે. એલોપેથી, રેડિયોલોજી TKR/THR( Total Knee replacement/ Total Hip replacement) નિયોનેટલની સેવાઓ માટેની નવી માર્ગદર્શિકા બનાવી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles