અમદાવાદ : અમદાવાદમાં બપોર બાદ ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. બપોરે ધીમી ધારે વરસાદ શરૂ થયા બાદ વરસાદે જમાવટ કરી હતી. સવારે 10 વાગ્યા બાદ અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. જો કે રવિવાર હોવાનાં કારણે લોકો મોજ માણવા માટે નિકળી ગયા હતા. વરસાદનો આનંદ ઉઠાવ્યો હતો.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, રવિવારે વહેલી સવારથી અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ સર્જાયેલું હતું. અમદાવાદમાં બપોર બાદ શરૂ વરસાદ શરૂ થયો હતો. સેટેલાઈ, ઈસ્કોન, બોડકદેવ, વસ્ત્રાપુરમાં વરસાદ વરસ્યો હતો. ઈનકમ ટેક્ષ ચાર રસ્તા , વાડજ , નારણપુરા , શાહપુર , કાલુપુર , નરોડા, નારોલમાં વરસાદ પડી રહ્યો છે. વરસાદ શરૂ થતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.અંદાજે 1 ઈંચ જેટલા વરસાદમાં જ પ્રશાનના પ્રિમોન્સૂન પ્લાનની પોલ ખુલી ગઈ છે. ખાસ કરીને પૂર્વમાં જશોદાનગરથી એસપી રિંગ રોડ તરફ જવાના રસ્તા પર ચારેય તરફ પાણી જ પાણી જોવા મળ્યું હતું. જાણે કે રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો આજે અમદાવાદમાં જોવા મળ્યા હતા.
શહેરના પૂર્વ અને પશ્ચિમના વિસ્તારોમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે.અમદાવાદમાં વરસાદી આંકડાની વાત કરવામાં આવે તો… વટવા, કોતરપુરમાં 2 ઈંચથી વધુ વરસાદ,નરોડા, મેમ્કોમાં 1 ઈંચથી વધુ વરસાદ,વિરાટનગર, નિકોલમાં 1 ઈંચથી વધુ વરસાદ,રામોલમાં 1 ઈંચ વરસાદ,બોપલ, ગોતા, ઓઢવમાં અડધા ઈંચથી વધુ વરસાદ,ઉસ્માનપુરા, દુધેશ્વર, રાણીપમાં અડધા ઈંચથી વધુ વરસાદ, સરખેજ, રાયખડમાં અડધા ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં ભરાયું પાણી ભરાયા છે. માધવ સ્કૂલ સામે ભરાયું ઘુંટણ સમું પાણી ભરાયા છે. રોડ રસ્તા પર પાણી ભરાવાની સમસ્યા યથાવત છે. રસ્તે વરસાદી પાણી ભરાતા લોકોમાં હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ અમદાવાદ જશોદાનગર પુનિત ક્રોસિંગ પાસે પાણી ભરાયા, ગોદરેજ ગાર્ડન સિટીમાં પાણી ભરાયા, જગતપુર,ગોદરેજ ગાર્ડન સિટી વિસ્તારમાં પાણી ભરાયા,ખોરજ બ્રિજ પાસે વરસાદી પાણી ભરાયા, વૈષ્ણદેવી સર્કલ પાસે પાણી ભરાયા, સરખેજથી વૈષ્ણોદેવી તરફ જતા સર્વિસ રોડ પર ઘૂંટણ સમા પાણી ભરાયા છે. શહેરમાં પાણી ભરાવાના કારણે વાહન ચાલકો પરેશાન થયા છે.
ઉલ્લેખનીય છે કે હાલ રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. ચોમાસા શરૂઆત થતા જ મેઘરાજાએ ધમકેદાર બેટીંગ કરી છે. ભારે વરસાદને કારણે રાજ્યના ઘણા જિલ્લાઓમાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સર્જાઈ છે. જેના કારણે લોકોનું જનજીવન પણ ખોરવાયું છે.