Friday, May 1, 2026

ગોદરેજ ગાર્ડન પાસે ફ્લેટમાં ચાલતા જુગારધામ પર PCBનો દરોડો, 25 લાખનો મુદ્દામાલ સાથે 5 જુગારીઓ ઝડપાયા

spot_img
Share

મદાવાદ : શહેરના પોશ વિસ્તાર ગણાતા ચાંદખેડામાં ગોદરેજ ગાર્ડન સિટી પાસે PCBની ટીમ દ્વારા જુગારધામ પર દરોડો પાડવામાં આવ્યો છે. આ રેડ ગોદરેજ ગાર્ડન સીટી નજીક સ્થિત સીવી સ્ટુડિયોના બ્લોક Aના ફ્લેટમાં પાડવામાં આવી હતી.રહેણાંક મકાનમાં જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને મકાન માલિક સહિત કુલ 5 જુગારીઓની ધરપકડ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, PCBની ટીમને બાતમી મળી હતી કે જગતપુર પાસે આવેલા ‘સેવી સ્ટુડિયો’ના બ્લોક-Aના ફ્લેટ નંબર 705માં બહારથી માણસો બોલાવીને જુગાર રમાડવામાં આવે છે. આ બાતમીના આધારે પોલીસે વ્યૂહાત્મક રીતે દરોડો પાડતા મકાન માલિક વિસ્મય પંડ્યા પોતે જ અન્ય ચાર શખ્સો સાથે પત્તા ટીપતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો.આ કાર્યવાહી દરમિયાન પોલીસે રોકડ રકમ અને લક્ઝરી કાર સહિત કુલ 25.23 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઝડપાયેલા આરોપીઓમાં લોન એજન્ટ, મિસ્ત્રીકામ, ડ્રાઈવિંગ અને કડિયા કામ સાથે સંકળાયેલા લોકોનો સમાવેશ થાય છે.

ઝડપાયેલા મુદ્દામાલની વિગત પોલીસને દરોડા દરમિયાન ઘટનાસ્થળેથી કુલ 63,000 રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી. આ ઉપરાંત, જુગારીઓ પાસેથી 5 મોબાઈલ ફોન અને ફ્લેટની નીચે પાર્ક કરેલી 2 ફોર-વ્હીલર ગાડીઓ પણ પોલીસે જપ્ત કરી છે. ગાડીઓની કિંમત સાથે કુલ મુદ્દામાલ 25.23 લાખ રૂપિયા આંકવામાં આવ્યો છે.

ગોદરેજ ગાર્ડન સિટી જેવા શાંત રહેણાંક વિસ્તારમાં ફ્લેટની અંદર ચાલતા આ જુગારધામથી આસપાસના રહીશોમાં પણ ચર્ચા જાગી છે. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ધરપકડ કરાયેલા આરોપીઓ:

વિસ્મય તારેશભાઇ પંડયા (મકાન માલિક, લોન એજન્ટ)
પ્રકાશભાઇ ડાહ્યાભાઇ પંચાલ (ન્યુ રાણીપ)
રમેશભાઇ ઘનશ્યામભાઇ દલવાડી (સાબરમતી)
ભાવીન પ્રવીણભાઇ પટેલ (ન્યુ રાણીપ)
વાલજીભાઇ રામજીભાઇ ટાંક (ન્યુ ગોતા)

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...