Friday, May 1, 2026

અમદાવાદમાં વધુ એક રેલવે સ્ટેશનની થશે કાયાપલટ: પ્રવાસીઓને મળશે વર્લ્ડ ક્લાસ સુવિધાઓ

spot_img
Share

અમદાવાદ: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ મુસાફરોને સુરક્ષિત, સુગમ અને આધુનિક સુવિધાઓ પૂરી પાડવા માટે સતત પ્રયત્નશીલ છે. આ જ દ્રષ્ટિકોણ હેઠળ ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ અંતર્ગત વટવા રેલવે સ્ટેશનનું વ્યાપક પુનર્વિકાસ કાર્ય ઝડપી ગતિએ હાથ ધરવામાં આવી રહ્યું છે. અંદાજિત ₹33.64 કરોડના ખર્ચે હાથ ધરાયેલા આ કામોનો મુખ્ય હેતુ સ્ટેશનને માત્ર પરિવહન કેન્દ્ર તરીકે નહીં પરંતુ શહેરના આધુનિક “સિટી સેન્ટર” તરીકે વિકસાવવાનો છે.

આ સાથે વટવામાં લગભગ 3 કિલોમીટર લાંબા મેગા કોચિંગ ટર્મિનલના નિર્માણનો પણ પ્રસ્તાવ છે. તેના નિર્માણથી અમદાવાદ ક્ષેત્રમાં ટ્રેન સંચાલન ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે તેમજ ભવિષ્યમાં અનેક નવી ટ્રેનોના સંચાલન માટે માર્ગ ખુલશે. આ પ્રોજેક્ટ અંતર્ગત લગભગ 20 નવી પરીક્ષણ (એક્ઝામિનેશન) લાઈનો અને 40થી વધુ સ્ટેબલિંગ લાઈનોનું નિર્માણ કરવામાં આવશે. કુલ મળીને લગભગ 100 લાઈનોનું વિશાળ કોચિંગ કોમ્પ્લેક્સ વિકસાવવામાં આવશે, જે દેશના સૌથી મોટા ટર્મિનલોમાંથી એક બનશે.

આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનો ડીપીઆર મુખ્ય પ્રશાસનિક અધિકારી (નિર્માણ), અમદાવાદ દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ માત્ર રેલવેની અવસંરચનાને મજબૂત બનાવશે એટલું જ નહીં, પરંતુ પ્રદેશના વિકાસ અને મુસાફરોની સુવિધાઓમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપશે.

સ્ટેશનના ઇન્ફ્રાસ્ટ્રકચરને મજબૂત બનાવવા માટે નીચેના કાર્યો કરવામાં આવી રહ્યા છે:

નવું સ્ટેશન બિલ્ડિંગ:લગભગ 6,469 ચોરસ ફૂટ વિસ્તારમાં એક ભવ્ય અને આધુનિક સ્ટેશન બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેથી ટિકિટિંગ, પૂછપરછ અને અન્ય મુસાફરી સેવાઓ વધુ સુવ્યવસ્થિત રીતે ઉપલબ્ધ રહેશે.

વિશાળ સર્ક્યુલેટિંગ એરિયા અને પાર્કિંગ: ટ્રાફિકની ભીડભાડને નિયંત્રિત કરવા માટે 2,19,584 ચોરસ ફૂટ વિસ્તારમાં વિશાળ પાર્કિંગ અને સર્ક્યુલેટિંગ એરિયા વિકસાવવામાં આવ્યો છે, જેથી ખાનગી અને જાહેર વાહનોના અવરજવરમાં સરળતા રહેશે.

કવર શેડ અને કેનોપી:મુસાફરોને પ્રતિકૂળ મૌસમ (તડકો અને વરસાદ)થી બચાવવા માટે 13,627 ચોરસ ફૂટની કેનોપી અને પ્લેટફાર્મો પર 13,164 ચોરસ ફૂટ વિસ્તારમાં કવર શેડનું નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યું છે.

આરામદાયક વેઇટિંગ હોલ: મુસાફરો માટે લગભગ 926 ચોરસ ફૂટ વિસ્તારમાં આધુનિક વેઇટિંગ હોલ બનાવવામાં આવ્યો છે, જ્યાં ઉત્તમ બેસવાની વ્યવસ્થા ઉપલબ્ધ રહેશે.

પ્લેટફોર્મ મજબૂતીકરણ: લગભગ 12,056 ચોરસ ફૂટ વિસ્તારમાં પ્લેટફોર્મ સરફેસિંગ બનાવવાનું કાર્ય કરવામાં આવ્યું છે, જેથી મુસાફરોને ચાલવામાં સરળતા રહેશે.

બીજું પ્રવેશદ્વાર (Second Entry):મુસાફરોની સુવિધા માટે લગભગ 2,583 ચોરસ ફૂટ વિસ્તારમાં સ્ટેશનનું બીજું પ્રવેશદ્વાર વિકસાવવામાં આવ્યું છે.

સ્વચ્છતા અને પાણીની વ્યવસ્થા:પ્લેટફોર્મ પર 4 નવા આધુનિક શૌચાલય બ્લોક અને શુદ્ધ પીવાના પાણી માટે નવા વોટર બૂથ બનાવવામાં આવી રહ્યા છે.

સ્ટેશનને સંપૂર્ણપણે બેરિયર-ફ્રી (Barrier-free) બનાવવા માટે પણ મોટા પાયે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવામાં આવી રહ્યો છે:

વિશાળ ફૂટ ઓવર બ્રિજ (FOB):વધતી મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં રાખીને 40 ફૂટ પહોળો નવો ફૂટ ઓવર બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. આ બ્રિજ પ્લેટફોર્મોને જોડશે તેમજ સ્ટેશનના બંને છેડા વચ્ચે સરળ અવરજવર સુનિશ્ચિત કરશે.

સમાવેશી સુવિધાઓ (લિફ્ટ અને દિવ્યાંગજન સુવિધા): દરેક પ્લેટફોર્મ પર લિફ્ટ સ્થાપિત કરવાની કામગીરી અંતિમ તબક્કામાં છે. આ સુવિધા ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગજનો અને નાના બાળકો સાથે મુસાફરી કરતી મહિલાઓ માટે ખૂબ લાભદાયક સાબિત થશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...