Thursday, September 17, 2026

ઘાટલોડિયાની જ્ઞાનદા ગર્લ્સ સ્કૂલની વિદ્યાર્થિનીઓ દ્વારા ‘પર્યાવરણ બચાવો’ રેલીનું ભવ્ય આયોજન

spot_img
Share

અમદાવાદ : શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી જ્ઞાનદા ગર્લ્સ ઉચ્ચત્તર માધ્યમિક શાળા દ્વારા આજે એક પ્રેરણાદાયી ‘પર્યાવરણ બચાવો’ રેલીનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ઐતિહાસિક દાંડીયાત્રાની સ્મૃતિમાં યોજાયેલી આ રેલીમાં પર્યાવરણ જાળવણીનો સંદેશ વહેતો કરવામાં આવ્યો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, જ્ઞાનદા ગર્લ્સ ઉચ્ચત્તર માધ્યમિક શાળા દ્વારા યોજાયેલ આ રેલીમાં શાળાની આશરે 500 જેટલી વિદ્યાર્થિનીઓ અને વાલીઓ ઉત્સાહભેર જોડાયા હતા.આ રેલીમાં વિદ્યાર્થિનીઓએ હાથમાં પર્યાવરણલક્ષી સૂત્રો લખેલા કાર્ડ-બોર્ડ પ્લેકાર્ડ્સ રાખ્યા હતા અને દેશભક્તિના ગીતો તેમજ સૂત્રોચ્ચાર દ્વારા સમગ્ર વાતાવરણને ગજવી દીધું હતું. આ રેલી સમગ્ર વિસ્તારમાં અંદાજે 2 કિમી જેટલા અંતરમાં યોજવામાં આવી હતી.

આ રેલી બાદ પર્યાવરણની સુરક્ષાના ભાગરૂપે, રોટરી ક્લબ ઓફ અમદાવાદ સૂર્યોદયના વિશેષ સહયોગથી તમામ વિદ્યાર્થિનીઓને નિઃશુલ્ક કોટન બેગ (કાપડની થેલી) એનાયત કરવામાં આવી હતી. આ તકે વિદ્યાર્થીઓને પ્લાસ્ટિકનો ત્યાગ કરી કોટન બેગના ઉપયોગ અને તેના ફાયદાઓ વિશે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી.

સ્થાનિક વાલીઓ અને નાગરિકો તરફથી આ રેલીને ખૂબ જ સારો પ્રતિસાદ સાંપડ્યો હતો. શાળાના આચાર્યશ્રી દ્વારા આ સુંદર આયોજન બદલ સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...