Sunday, April 19, 2026

ACBના વડા તરીકે IPS પિયુષ પટેલની વરણી, જાણો કોણ છે

spot_img
Share

ગાંધીનગર : રાજ્યમાં ACBના વડા તરીકે આઈપીએસ પિયુષ પટેલની નિમણૂક કરવામાં આવી છે. તેઓ 1998ની બેચના આઈપીએસ અધિકારી છે. BSFમાં આઈજીપી તરીકે ફરજ બજાવી ચુક્યા છે.રાજ્યના ગૃહ મંત્રાલય દ્વારા આજે તેમને ACBના નવા ડાયરેક્ટર તરીકે નિમાયાનું નોટિફિકેશન જાહેર કરાયુ હતું.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, 28 નવેમ્બર 1971ના રોજ જન્મેલા પિયુષ પટેલ મૂળ અમદાવાદના છે. તેમણે ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશનમાં બીઈની ડિગ્રી મેળવી છે. અત્યાર સુધી તેઓ અધિક પોલીસ મહાનિર્દેશક (ADGP) તરીકે સુરત રેન્જ આઈજીની જવાબદારી નિભાવી રહ્યા હતા. પિયુષ પટેલ હાલ કેન્દ્ર સરકારમાં બીએસએફમાં છે જ્યાંથી હવે ગુજરાત કેડરમાં પરત આવી રહ્યા છે. અગાઉ તેઓ 2013માં કેન્દ્રમાં ડેપ્યુટેશન પર ગયા હતા. ત્યારપછી તેઓ ડીઆઈજી તરીકે બીએસએફમાં જોડાયા હતા. આ પછી તે 2016 સુધી BSFમાં રહ્યા. પિયુષ પટેલને પ્રમોશન મળ્યું હતું અને તેમને એડીજીપીના હોદ્દા પર બઢતી આપવામાં આવી હતી. પિયુષ પટેલ ઓક્ટોબર 2022માં સુરતના રેન્જ આઈજી બન્યા હતા. આ પહેલા તેઓ ગાંધીનગર (આર્મ્ડ યુનિટ)ના આઈજી હતા.

આ અગાઉ ગુજરાત સરકારે તેમને BSFમાંથી પરત ગુજરાત કેડરમાં મોકલવા માટે કેન્દ્ર સરકારને વિનંતી કરી હતી. તેમની ડ્યૂટી પૂર્ણ થતા તેઓ તેમના કાર્યભારથી છૂટા થઇને ગુજરાત આવ્યા હતા. તેઓ BSFના આઈજી તરીકે ફરજ બજાવી રહ્યા હતા તેમને પરત ગુજરાત પોલીસમાં લાવવાની વિનંતી કરી હતી.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...