Wednesday, November 4, 2026

અમદાવાદને મળી હાઈટેક RTO ઓફિસ! AI ટ્રેક અને ફુલ AC સુવિધા, જાણો નવી ઓફિસમાં શું હશે ખાસ?

spot_img
Share

અમદાવાદ : વર્ષોથી સુભાષબ્રિજ ખાતે જૂની ઇમારતમાં ચાલતી અમદાવાદની પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી કચેરી હવે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ નવા બિલ્ડીંગમાં કાર્યરત થઈ ગઈ છે. AI આધારિત ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક, સંપૂર્ણ એર-કન્ડિશન્ડ બિલ્ડિંગ, ડિજિટલ સેવા વ્યવસ્થા અને દિવ્યાંગોને અનુકૂળ સુવિધાઓ સાથે નવી RTO કચેરી અરજદારોનો સમય બચાવશે અને સેવાઓને વધુ પારદર્શક બનાવશે.રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીના હસ્તે અમદાવાદની નવી પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની (RTO) કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ગુજરાત સરકારના બંદરો અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા અમદાવાદના સુભાષ બ્રિજ ખાતે નિર્માણ પામેલી આ આધુનિક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની (RTO) કચેરી અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. જેમાં વાહનના નોન-ટ્રાન્સપોર્ટ અને ટ્રાન્સપોર્ટ સંબંધિત કામો, નવા વાહનની નોંધણી, પરમિટ, ફિટનેસ, બ્લેકલિસ્ટ, લાઇસન્સ, ડી.એલ./ચલણ શાખા, આર.એમ.એ., AMC ટેક્સ તથા કેશ શાખા સહિતની વિવિધ સેવાઓ માટે અલગ-અલગ ટેબલો દ્વારા ખૂબ જ સરળતાથી સેવાઓ મળી રહે તેવી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.

તે ઉપરાંત આ નવી કચેરીમાં AI આધારિત ટેસ્ટ ટ્રેક અને આધુનિક કંટ્રોલ રૂમનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.નવા વાહનની નોંધણી, પરમિટ, ફિટનેસ અને લાઇસન્સ સહિતની તમામ સુવિધાઓ હવે એક જ છત નીચે સુવ્યવસ્થિત રીતે મળશે. આ સાથે જ નવી કચેરીમાં પોતાના કામ માટે આવનાર અરજદારોને રાહત મળી રહેશે કારણ કે આખી કચેરી એર-કન્ડિશન્ડ છે.

કુલ ત્રણ માળની આ કચેરીમાં ડ્રાઈવિંગ લાઇસન્સ, વાહન રજિસ્ટ્રેશન, માલિકી પરિવર્તન, પરમિટ સહિતની મોટાભાગની જાહેર સેવાઓ સરળતાથી મળી શકશે. તે ઉપરાંત વિશાળ વેઇટિંગ એરિયા, ડિજિટલ ટોકન સિસ્ટમ, આધુનિક કાઉન્ટરો, લિફ્ટ, ફાયર સેફ્ટી સિસ્ટમ, દિવ્યાંગોને અનુકૂળ રેમ્પ અને પૂરતી પાર્કિંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કારવવામાં આવી છે.

લોકાર્પણ પ્રસંગે નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર નાગરિકોને ટેકનોલોજી આધારિત, પારદર્શક અને ઝડપી સેવાઓ ઉપલબ્ધ કરાવવા પ્રતિબદ્ધ છે. નવી આરટીઓ કચેરીમાં ડ્રાઇવિંગ લાયસન્સ સહિતની વિવિધ સેવાઓ વધુ સરળતાથી ઉપલબ્ધ બનશે.

ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકથી લાઇસન્સ પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા આવશે અને માત્ર યોગ્યતા ધરાવતા અરજદારોને જ ડ્રાઇવિંગ લાયસન્સ મળશે. સરકારની તમામ સુવિધાઓનો લાભ છેવાડાના નાગરિક સુધી પહોંચે તે માટે જનપ્રતિનિધિઓ અને તંત્રે સંકલનથી કાર્ય કરવું જરૂરી છે.

આ સાથે જ તેમણે નાગરિકોને નવી આરટીઓ કચેરીને સ્વચ્છ અને સુવ્યવસ્થિત રાખવા અપીલ કરતાં જણાવ્યું કે જાહેર સંપત્તિનું જતન કરવું એ દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રાયલ રનમાં ‘બ્રેક’, કેમ અચાનક અટકી કામગીરી?

ગાંધીનગર : GMRC સંચાલિત મેટ્રો રેલ પ્રોજેક્ટના ટ્રાયલ રન દરમિયાન અચાનક એક મોટી ટેકનિકલ ક્ષતિ સર્જાવાની ઘટના સામે આવી છે.શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે ગાંધીનગરમાં...

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...