Sunday, September 20, 2026

અખબારનગર સર્કલ પાસે કાર ચાલકે નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો, એક્ટિવા ચાલકને લીધો અડફેટે

spot_img
Share

અમદાવાદ : ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં અકસ્માતનો કહેર જોવા મળી રહ્યો છે. ગમખ્વાર અકસ્માતમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે ડ્રાય સ્ટેટ કહેવાતા ગુજરાતમાં પણ દારુના નશામાં બેફામ કાર ચલાવતા નબીરાઓ અકસ્માત સર્જ્યો છે. ત્યારે નવા વાડજ વિસ્તારમાં અખબારનગર સર્કલ પાસે વધુ એક કાર ચાલકે નશામાં આતંક મચાવ્યો હોવાનું સામે આવ્યું છે.જોકે, ટ્રાફિક પોલીસ દ્વારા કારચાલકની અટકાયત કરાઈ છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મંગળવારે મોડી રાતે શહેરના અખબારનગર અંડરપાસ નજીક નશાખોર કારચાલકે બેફામ ડ્રાઈવિંગથી અકસ્માત સર્જ્યો હતો. કારચાલકે ટુવ્હિલરને અડફેટે લેતા ટુવ્હિલર ચાલકને સામાન્ય ઈજા પહોંચી છે. કારચાલક પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન કારચાલકે અખબારનગર અંડરપાસના ગેટ સાથે કાર અથડાવી અને એક્ટિવ ચાલકને અડફેટે લીધો હતો. કોર્પોરેશનની પ્રોપર્ટીને પણ કારચાલક દ્વારા નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. ત્યારબાદ સ્થાનિકો દ્વારા કારચાલકને પકડી લેવાયો હતો. તે નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું છે. જોકે, ટ્રાફિક પોલીસ દ્વારા કાર ચાલકની અટકાયત કરાઈ છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...