અમદાવાદ : સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, નિકોલ, અમદાવાદની ફૂટબોલ ટીમે પ્રતિષ્ઠિત સુબ્રતો કપ ઈન્ટરનેશનલ ફૂટબોલ ટુર્નામેન્ટમાં જીલ્લાકક્ષાએ ફાઇનલમાં વિજેતા થઇ ઈતિહાસ રચ્યો છે. યુવા ફૂટબોલરોની બનેલી ટીમે મોટાભાગની મેચો સરળતાથી જીતી લીધી હતી. વિદ્યાર્થીઓએ રાજય કક્ષા સુબ્રટો ફુટબોલ કપ અંડર-17 જીલ્લાકક્ષાની ફૂટબોલ ચેમ્પિયનશિપ જીતીને રાજ્ય-સ્તરની ફૂટબોલ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય કર્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, નિકોલ, અમદાવાદની ફૂટબોલ ટીમે પ્રતિષ્ઠિત સુબ્રતો કપ ઈન્ટરનેશનલ ફૂટબોલ ટુર્નામેન્ટમાં જીલ્લાકક્ષાએ ફાઈનલમાં વિજેતા થઇ હતી.રાજય કક્ષા સુબ્રટો ફુટબોલ કપ અંડર-17 ભાઇઓ 2025/2026ની સ્પર્ધામાં ગુજરાતમાંથી 42 ટીમોએ ભાગ લીધેલ હતો. જેમાં, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, (SAG) નિકોલ, અમદાવાદ V/S વડોદરા શહેર બંને ટીમો ફાઈનલમાં પહોંચેલ હતી. આ બંને ટીમોની ફાઈનલ મેચ તા.30/07/2025 ના સવાર 08/00 વાગે યુનિર્વસિટી ગ્રાઉન્ડ, રાજકોટ ખાતે રમાયેલ હતી. જેમાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, (SAG) નિકોલ, અમદાવાદની ટીમ (05-00) ગોલ કરી ફાઈનલમાં વિજેતા થયેલ છે. જયારે વડોદરા શહેરની ટીમ રનર્સ અપ થઇ હતી.
રાજ્ય સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર આયોજીત અને જીલ્લા રમતગમત અધિકારી, રાજકોટ દ્રારા સંચાલીત રાજય કક્ષા સુબ્રટો ફુટબોલ કપ અંડર-17 ભાઇઓ સ્પર્ધા 2025/2026 નુ આયોજન રાજકોટ ખાતે રેસકોર્સ ફુટબોલ મેદાન, રેસકોર્સ રોડ તથા યુનિર્વસિટી ગ્રાઉન્ડ, રાજકોટમાં સ્પર્ધા ખાતે કરવામાં આવ્યું હતું.
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, (SAG) નિકોલ, અમદાવાદની વિજેતા થયેલ ટીમ તા.15/09/2025 ના રોજ દિલ્હી ખાતે યોજનાર સુબ્રટો ફુટબોલ કપ અંડર-17 ભાઇઓ રમવા જવાના છે. સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, નિકોલ, અમદાવાદની ફુટબોલ ટીમના કોચ શ્રી સત્યનારાયણ ચુડા, અને ટીમના મેનેજર દેવાંગ મિસ્ત્રી, ટીમના ટેકનીકલ અને ફિઝીયો બિરેન શાહ નાઓએ ટીમના તમામ ખેલાડીઓને બહુજ સારૂ સાથ સહકાર અને શ્રેષ્ઠ માર્ગદર્શન આપ્યું હતું.
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, નિકોલ, અમદાવાદની ફૂટબોલ ટીમના ખેલાડી નામ…
(1) માનસરાજ જગદીશસિંહ ગોહીલ (કેપ્ટન)
(2) નીલ લીલાધર ચાંદેકર
(3) શ્રેયસ પ્રકાશભાઇ ઠાકોર
(4) નૈત્ય નરેન્દ્રભાઇ પરમાર
(5) દિવ્યમ મેહુલભાઇ પટેલ
(6) દેવર્સ સંજયભાઇ પટેલ (ગોલ કીપર)
(7) ધાર્મિક પ્રકાશભાઇ તિલાવત
(8) મેહુલ બાબુભાઇ બારીયા
(9) મેસકા મોજસ ડોંગલીના
(10) વિશ્વરાજસિંહ પ્રદીપસિંહ રહેવર
(11) બિદયુતજોય ખુદીરામ રેનગ
(12) જોનબોસ થાનકિમા મેસ્કા
(13) શાહીલ મનસુખભાઇ પાનસુરીયા
(14) કહામ રાય રેનગ
(15) હિત દેવશીભાઇ ગોજીયા
(16) અર્જુન સેંઘાજી ઠાકોર