અમદાવાદ : ગુજરાત ગેસ કંપની દ્વારા સીએનજીના ભાવમાં પ્રતિ કિલોએ 1 રૂપિયાનો વધારો કર્યો છે. હવે સીએનજીના ભાવ 80.26 રૂપિયા થયો છે. નોંધનીય છે કે, સુરત શહેરમાં સીએનજીથી દોડતી દોઢ લાખથી વધુ રીક્ષા અને સ્કૂલ વાહનોને આ ભાવ વધારાની અસર થશે. આ ઉપરાંત મુસાફરો અને વાલીઓના ખિસ્સા પર આર્થિક ભારણ વધશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, આજે ફરી ગુજરાત ગેસ કંપની દ્વારા પ્રતિ કિલોએ 1 રૂપિયો વધારી દેવાયો છે. હવે સીએનજીનો ભાવ 80.26 રૂપિયા થયો છે, જેનો અમલ શુક્રવાર (પહેલી ઓગસ્ટ)થી થશે. આ અગાઉ વર્ષ 2025ની શરૂઆત સાથે જ ગુજરાત ગેસ કંપની દ્વારા સીએનજીના પ્રતિ કિલોએ જે 77.76 રૂપિયા ભાવ હતો, તેમાં દોઢ રૂપિયાનો વધારો કરીને 79.26 રૂપિયા કરાયો હતો. આ ભાવ અત્યાર સુધી સ્થિર રહ્યા હતો.પરંતુ આજે ફરી ગુજરાત ગેસ કંપની દ્વારા પ્રતિ કિલોએ 1 રૂપિયો વધારી દેવાયો છે.
હવે સીએનજીનો ભાવ 80.26 રૂપિયા થયો છે, જેનો અમલ શુક્રવાર (પહેલી ઓગસ્ટ) એટલે આજથી થયો છે. જુલાઈ 2024માં સીએનજીનો ભાવ પ્રતિ કિલોએ 74.26 રૂપિયા હતો. એક વર્ષમાં ચાર વખત ભાવમાં વધારો કરીને કુલ 6 રૂપિયા વધી ગયા છે.