Monday, April 27, 2026

અમદાવાદમાં ઝડપાઈ ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડ કરતી ગેંગ, 23 કરોડનું ટ્રાન્ઝેક્શન, રૂ.3 કરોડ રોકડા ઝડપાયા

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય સાઇબર ફ્રોડ કરતી ગેંગનો પાલડી પોલીસે પર્દાફાશ કર્યો છે. સમગ્ર દેશના અલગ અલગ શહેરો અને રાજ્યોમાં લોકો સાથે સાયબર ફ્રોડ કરનારી ટોળકી અમદાવાદમાં જ સક્રિય હતી. ફ્રોડના નાણાના જે પણ ટ્રાન્જેક્શન ભાડે આપેલા બેંક એકાઉન્ટમાં જમા થતા હતા. આ આરોપીઓ તત્કાલ તે ઉપાડી લેતા હતા. અત્યાર સુધીમાં આરોપીઓએ રૂ. 23.23 કરોડનાં ટ્રાન્ઝેક્શનો કર્યા હતા. આ ગેંગ સામે આખા દેશમાં સમન્વય પોર્ટલમાં 518 ફરિયાદો દાખલ થયેલી છે. પોલીસે અમદાવાદ, મહેસાણા, માણસામાંથી આરોપીઓની ધરપકડ કરી રૂ. 3.16 કરોડ રોકડા, 15 મોબાઈલ અને ચેકબુક સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પાલડીમાં રહેતા ઉર્વીશભાઇ ભારદ્વાજના મોબાઇલ ફોનને હેક કરીને બેક ઓફ બરોડામાં ઓટીપી વિના જ ગુગલ પે દ્વારા ત્રણ અલગ અલગ વ્યવહાર કરીને ઓનલાઇન છેતરપિડી આચરવામાં આવી હતી. આ કેસમાં છેતરપિંડીની રકમ નાની હતી. પરંતુ, કેસને ગંભીરતાથી લઇને પાલડી પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.આર.પરવાડાએ તપાસ શરૂ કરાવી હતી. જેમાં 25 હજાર રૂપિયા ક્યા ક્યા એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હતા? તે વિગતો મેળવવામાં આવતા જાણવા મળ્યું હતું કે આ નાણાં ત્રણ અલગ-અલગ લેયરમાં ટ્રાન્સફર થયા હતા અને ત્રીજા લેયરના નાણા ડ્રાઇવ-ઇન રોડ બ્રાંચની યુનિયન બેંકના બે એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હતા. આ એકાઉન્ટમાંથી સેલ્ફના ચેક લખીને નિયમિત રીતે લાખો રૂપિયાની રકમ ઉપાડવામાં આવતી હતી. જેથી પોલીસે બેંક નાણાં ઉપાડવા આવતા છ વ્યક્તિઓની અટકાયત કરીને તપાસ કરતા તેમની પાસેથી કુલ 3.16 કરોડની રોકડ મળી આવી હતી. આ ઉપરાંત, 15 મોબાઇલ ફોન અને નવ ચેક બુક મળી આવી હતી.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે યુનીયન બેન્કના અલગ અલગ એકાઉન્ટમાંથી રોકડ નાણાં કોણ કોણ અને કેવી રીતે ઉપાડી રહ્યા છે. જે બેન્ક એકાઉન્ટનો સાયબર ફ્રોડમાં ઉપયોગ થયો છે તેવા બેન્ક એકાઉન્ટમાંથી હાલમાં જ ટ્રાન્જેકશન અંગે તપાસ શરૂ કરી હતી. પોલીસે ટ્રાન્જેકશન કરનાર વ્યક્તિઓને પકડી પુછ-પરછ કરતા તેઓએ અલગ અલગ એકાઉન્ટ પૈકી બે બેન્ક એકાઉન્ટમાંથી સેલ્ફ ચેક દ્વારા રોકડા રૂ. 3.18 કરોડ ઉપાડ્યાનું કબુલ્યું હતું. જો કે તે બેન્ક એકાઉન્ટ ભાડે લેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. ચેકબુકમાં પહેલાથી જ સહીઓ કરાવી લેવાઇ હતી. જેના આધારે સેલ્ફના ચેક તૈયાર જ રાખવામાં આવતા હતા.

સેકન્ડ લેયરમાં યશ બેન્કના એકાઉન્ટ નંબર ઉપર NCCRP પોર્ટલ પર ચેક કરતા સાથબર ફ્રોડની સમન્વય પોર્ટલ ઉપર એન્કલોઝમેન્ટ નંબરથી કુલ- 136 એપ્લીકેશનો થયેલી છે. થર્ડ લેયરના જુબીલી હિલ્સ મર્ચન્ટના એકાઉન્ટ ઉપર સાયબર ફ્રોડની સમન્વય પોર્ટલ/ NCCRP પોર્ટલ પર કુલ- 518 એપ્લીકેશનો થયેલ છે, જેમાં રૂ.23.23 કરોડનું ટ્રાન્જેકશન થયું છે. જેમાંથી સાયબર ફોર્ડને લગતા રૂ. 9.68 કરોડનું ડીસ્પ્લટ એમાઉન્ટ તપાસ દરમ્યાન જમા થયેલાનુ જણાયું છે.

આરોપીઓ
– આરીફખાન અકબરખાન મકરાણી (રહે:-ગામ-ગંભીરપુરા તા.ઇડર જી-સાબરકાંઠા કાલ રહે:-૨૪ ધાબરનગર સોસાયટી, યુ-એન મહેતા હોસ્પીટલની સામે, શાહીબાગ, અમદાવાદ)
– અશ્વિનકુમાર નટવરલાલ પટેલ (રહે.-જુનાપરા ગામ-લાખવડ તા.જી.મહેસાણા)
– સ્મીત સતિષચંન્દ્ર ચાવડા (કોઠીવાળીચાલી ટાવર પાસે, કલોલ જી.ગાંધીનગર)
– રાકેશ સવારામ પ્રજાપતી ( રહે-પખાલીની પોળ રાયપુર દરવાજા પાસે આસ્ટોડીયા અમદાવાદ)
– જગદીશકુમાર મહેન્દ્રભાઈ પટેલ (રહે. ગામ-ઇટાદરા તા.માણસા જી.ગાંધીનગર)
– જસ્મીન રાજુભાઇ ખંભાયતા (રહે:-32/જે સેટેલાઇટ પાર્ક, વસ્ત્રાપુર, અમદાવાદ)

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...