Wednesday, March 11, 2026

અમદાવાદ RTOનું સર્વર ઠપ્પ, ટેસ્ટ ટ્રેક બે દિવસ બંધ રહેતા અરજદારોને હાલાકી

spot_img
Share

અમદાવાદ : શહેરના સુભાષ બ્રિજ પાસે આવેલી આરટીઓ કચેરીનું સર્વર ડાઉન થતા અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.સપ્તાહના પહેલા જ દિવસે અહીં આવનારા અરજદારોને સર્વર ડાઉનની સમસ્યાથી ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સવારથી જ સર્વર ડાઉન થવાને કારણે ડ્રાઇવિંગ લાઇસન્સ, વાહન રજિસ્ટ્રેશન સહિતની તમામ કામગીરી સંપૂર્ણપણે અટકી પડી હતી. આ ઉપરાંત ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક હજી બે દિવસ બંધ રહેશે, તેવું જાણવા મળ્યું હતું.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં સુભાષ બ્રિજ પાસે આવેલી આરટીઓ કચેરીનું સર્વર ઠપ થતાં દૂર-દૂરથી આવેલા અરજદારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. એક તરફ જ્યાં તમામ કામગીરી ઠપ્પ હતી, ત્યાં બીજી તરફ ટુ-વ્હીલર અને ફોર-વ્હીલરના ટેસ્ટ ટ્રેક પણ બંધ જોવા મળ્યા હતા. જે ટેસ્ટ ટ્રેક હજી પણ 2 દિવસ બંધ રહેશે. જેને કારણે જે લોકો પોતાનું લાયસન્સ કઢાવવા આવે છે, જે હવે 2 દિવસ નવા લાયસન્સ કઢાવી શકવાના નથી. અંતે અરજદારો કલાકો સુધી રાહ જોયા બાદ નિરાશ થઈને પરત ફરવા મજબૂર બન્યા હતા. તંત્રની ઘોર બેદરકારીને કારણે લાયસન્સ કઢાવવા જેવી પ્રક્રિયાથી લઈને તેમાં સુધારો કરાવવાની પ્રક્રિયામાં નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

સૂત્રોથી મળતી માહિતી મુજબ, ટેસ્ટ ટ્રેક પરના કેમેરા અને સર્વર બંધ હોવાને કારણે હાલ પૂરતા ટ્રેક બંધ રાખવામાં આવ્યા છે અને 2 દિવસ બંધ રહેશે. જેથી લોકોને હવે પોતાના લાયસન્સ કઢાવવા માટે ટેસ્ટ 2 દિવસ બાદ આપવો પડશે. આ ટેસ્ટ ટ્રેક બુધવારથી ફરીથી શરૂ થાય તેવી શક્યતા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...