Tuesday, March 3, 2026

અમદાવાદ ગ્રામ્યમાં પોલીસે 1.32 કરોડનો વિદેશી દારૂ અને મુદ્દામાલ ઝડપ્યો, કટિંગ કરતા સમયે પોલીસ ત્રાટકી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ ગ્રામ્યના વિવેકાનંદ નગર પો.સ્ટે. વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો હતો. વિવેકાનંદનગર પોલીસે બડોદરા ગામની સીમમાં એક ફાર્મ હાઉસ પર દરોડો પાડી કુલ રૂપિયા 1.32 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જેમાં દારૂની 7108 બોટલો અને તેની હેરાફેરીમાં વપરાયેલું કન્ટેનર, વાહનો અને બોર્નવિટાના બોક્સનો સમાવેશ થાય છે.બડોદરા ગામમાં રહેતા બુટલેગરે ૩૧મી ડિસેમ્બર માટે ખુબ મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ રેન્જના પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી અને અમદાવાદ ગ્રામ્યના પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટએ ગુપ્ત બાતમીના આધારે કરવામાં આવી હતી. મળેલી બાતમી મુજબ, બડોદરા ગામની સીમમાં ONGC વેલ સામે આવેલા ફિરોઝખાન મહમદખાન બેલીફના ફાર્મ (જે વૃદ્ધાશ્રમ તરીકે ઓળખાય છે) પર વિદેશી દારૂનું કટિંગ થવાનું હતું. પોલીસને જાણ થઈ કે ફાર્મ પર એક બંધ બોડીનું કન્ટેનર અને એક સફેદ કાર ઊભી છે, જ્યાં દારૂનું કટિંગ ચાલી રહ્યું છે. બુટલેગરે 31મી ડિસેમ્બર માટે તેના વૃદ્ધાશ્રમ નામના ફાર્મમાં બહારથી દારૂ ભરેલો ટ્રક મંગાવ્યો છે.

આ માહિતીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, 7108 નંગ ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂપિયા 37,41,740/- હતી. દારૂને છુપાવવા માટે ઉપયોગમાં લેવાયેલા બોર્નવિટાના 1144 નાના-મોટા બોક્સ અને બંડલો પણ જપ્ત કરવામાં આવ્યા હતા, જેની કિંમત રૂપિયા 78,12,315/- અંદાજવામાં આવી છે. તે ઉપરાંત પોલીસે કન્ટેનર, કાર, મોટરસાઈકલ પણ જપ્ત કર્યા હતા. કારમાંથી બે પીળી નંબર પ્લેટ અને સંબંધિત દસ્તાવેજો પણ મળી આવ્યા હતા. પોલીસે કુલ મળીને રૂપિયા 1,32,69,055/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

વિવેકાનંદનગર પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસમાં ફાર્મના માલિક ફિરોઝખાન મહમદખાન બેલીફ, કન્ટેનરનો ચાલક, ટાટા ઝેસ્ટ કારનો ચાલક અને તપાસમાં સામેલ અન્ય વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કર્યા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...