Friday, April 24, 2026

AMCની ભારે બેદરકારી, રીડેવલપમેન્ટમાં ગયેલી સોસાયટીને પણ પ્રોપર્ટી ટેક્ષ ભરવાના મેસેજ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં ચારેય તરફ રીડેવલપમેન્ટની પ્રક્રિયા વેગવંતી બની છે. ત્યારે મ્યુનિ. કોપોરેશન સહીતના વિભાગમાં રીડેવલપમેન્ટને લગતી રૂટીન કામગીરી માટે અલાયદો વિભાગ પણ નથી. જેના લીધે પ્લાનીગ વિભાગથી લઈ ટેક્ષ સહીતના વિભાગો વચ્ચે સંકલનને અભાવ હોવાથી વિવિધ વિભાગો પોતાની રીતે કામગીરી કરીને નાગરીકોને પરેશાન કરે છે. હાલ રીડેવલપમેન્ટમાં ગયેલી અને રજાચીઠ્ઠી મેળવી લેનારા સંબંધીત સોસાયટીના સભ્યોને પ્રોપર્ટી ટેક્ષ ભરવાના મેસેજ કરાયા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન કર્મચારીઓની ભારે બેદરકારી બહાર આવી છે. જમીન દોસ્ત થયેલા મકાનોને કોઈપણ વેરો ભરવાનો આવતો નહી હોવાનો નિયમ હોવા છતાં આડેધડ મેસેજ કરાયા છે. મ્યુનિ કોર્પોરેશનના ટેક્ષ વિભાગના કર્મચારીઓની કામગીરીથી લોકો હેરાન થઈ ગયા છે. અમદાવાદ શહેરમાં મ્યુ કોર્પાેરેશનની હદ વિસ્તારોમાં પ્રાઈવેટ અને હાઉસિંગ બોર્ડની અનેક સોસાયટીઓમાં રીડેવલપમેન્ટની કામગીરી ચાલી રહી છે. ત્યારે આ સોસાયટીઓના બિલ્ડીગ જ જમીનદોસ્ત થઈ ગયા છે. જેની મ્યુનિ.કોર્પોરેશનમાંથી રજા ચીઠ્ઠી પણ મેળવી લેવાઈ છે. રજા ચિઠ્ઠી મળ્યા પછી મ્યુનિ. કોર્પોરેશનના પ્રોપર્ટી ટેક્ષ સહીત કોઈ પણ વેરો ભરવાનો હોતો નથી. તેની કોર્પોરેશનના કર્મચારીઓની પણ જાણ છે.

મ્યુનિ.કોર્પોરેશનના પ્લાનીગ વિભાગોમાંથી રજા ચીઠ્ઠી અપાયા બાદ આ અંગે મ્યુનિ. પ્રોપર્ટી ટેક્ષ વિભાગને જાણ કરવાની હોય છે. જેના ભાગરૂપે સોસાયટીના લેટર પેડ ઉપરાંત ડેવલપર્સ તરફથી પણ પોતાની રીતે મ્યુનિ.પ્રોપર્ટી ટેક્ષ વિભાગને રજા ચીઠ્ઠીની ઝેરોક્ષ કોપી સાથે જાણ કરાય છે. જાણ કરાયા ત્યારે ટેક્ષ વિભાગના કર્મચારીઓ જણાવે છે કે હવે નવું બિલ્ડીગ તૈયાર થયા પછી જ ટેક્ષ બિલ આવશે. ત્યાં સુધી કોઈ પણ ટેક્ષ ભરવાનો નહી આવે. પરંતુ નાણાકીય વર્ષની શરૂઆત થાય અને ટેક્ષ બિલ તૈયાર થાય તેવા તરત જ પ્રોપર્ટી ટેક્ષધારકોને ટેક્ષની રકમ ભરવા મેસેજ કરાય છે. હાલ ટેક્ષ ભરવાના મેસેજ કરાતા રીડેવલપમેન્ટમાં ગયેલી સોસાયટીના સભ્યોમાં ભારે રોષ ભભુકી ઉઠયો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...