Friday, July 24, 2026

RERAએ બહાર પાડી નવી SOP, હવે ઘેર બેઠા નોંધાવી શકશે ફરિયાદ, તત્કાલ આવી જશે ફરિયાદનો ઉકેલ

spot_img
Share

અમદાવાદ : ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (RERA) એ મિલકત ખરીદદારો અને અન્ય હિતધારકો માટે ફરિયાદ નિવારણ પ્રક્રિયાને વધુ ઝડપી, પારદર્શક અને સુવ્યવસ્થિત બનાવવા માટે એક વ્યાપક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) અમલમાં મૂકવામાં આવી છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રક્રિયાને વધુ વેગવાન અને પારદર્શક બનાવવાનો છે.હવે મિલકત ખરીદદારો ઘરે બેઠા જ ગુજરાત RERA ના પોર્ટલ પર પોતાની ફરિયાદ નોંધાવી શકશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ઓનલાઇન ફરિયાદ નોંધણીને પ્રાધાન્ય: મિલકત ખરીદદારો હવે ઘરે બેઠા ગુજરાત RERA પોર્ટલ દ્વારા ફરિયાદ નોંધાવી શકશે. જોકે ઓફલાઇન સુવિધા ચાલુ છે, પરંતુ ઝડપી નિકાલ માટે ઓનલાઇન ફરિયાદોને વધુ પ્રોત્સાહન આપવામાં આવશે. જો કોઈ અરજદાર ઓનલાઇન ફરિયાદ નોંધાવે છે, તો તેણે ફરિયાદ કર્યાના સાત દિવસની અંદર તેની ફિઝિકલ કોપી એટલે કે હાર્ડ કોપી RERA કચેરીમાં જમા કરાવવાની રહેશે. આ નિર્ણયથી બિલ્ડરો અને ગ્રાહકો વચ્ચેના વિવાદોનો નિકાલ ઝડપથી આવશે તેવી આશા સેવાઈ રહી છે.

દસ્તાવેજોની ફરજિયાત રજૂઆત: વિલંબ ઘટાડવા માટે, ફરિયાદીએ ફરિયાદ ફાઇલ કરતી વખતે જ પેમેન્ટના પુરાવા અને ઘટનાક્રમની વિગતો જેવા તમામ જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. ફરિયાદોની ચકાસણી સીધી RERA સેક્રેટરી સ્તરે કરવામાં આવશે, જેથી કાર્યવાહીમાં કોઈ અવરોધ ન આવે.

RERA ડેશબોર્ડ – માહિતીનું કેન્દ્ર: કેસની પ્રગતિ પર નજર રાખવા માટે RERA ડેશબોર્ડ મુખ્ય પ્લેટફોર્મ રહેશે. જેમાંથી સુનાવણીની તારીખ, નોટિસ અને અંતિમ આદેશો ડિજિટલ રીતે મેળવી શકાશે. પ્રથમ નોટિસ બાદ, હિતધારકોએ સતત અપડેટ્સ માટે ડેશબોર્ડ જોતા રહેવું પડશે.

ફરિયાદોનું સ્પષ્ટ વર્ગીકરણ: SOPમાં ફરિયાદોના સ્વરૂપ અને યોગ્ય અધિકારીની સ્પષ્ટ વ્યાખ્યા આપવામાં આવી છે. જેના આધારે પ્રક્રિયાને સરળ બનાવવા માટે ફરિયાદોને બે ભાગમાં વહેંચવામાં આવી છે.

ફોર્મ A: કબજો મળવામાં વિલંબ, વેચાણ કરારનો અમલ ન થવો અથવા રિફંડ જેવી સામાન્ય ફરિયાદો માટે.
ફોર્મ B: માત્ર વળતર સંબંધિત દાવાઓ માટે.

આ નવી SOP ડિજિટલ-ફર્સ્ટ અભિગમ પર આધારિત છે, જેમાં હાલની ઓનલાઇન સિસ્ટમને વધુ મજબૂત બનાવવામાં આવી છે અને પ્રક્રિયાગત સમયમર્યાદા તથા જવાબદારીઓ સ્પષ્ટ રીતે નિર્ધારિત કરવામાં આવી છે. મિલકત ખરીદદારોને ઝડપી ન્યાય અને પ્રમોટર્સને સમયમર્યાદામાં અસરકારક રીતે પોતાનો જવાબ રજૂ કરવાની સગવડ પૂરી પાડવી, એ જ આ SOPનો મુખ્ય હેતુ છે. આ નવી વ્યવસ્થાથી મિલકત ખરીદદારોને પારદર્શિતા અને રિયલ-ટાઇમ અપડેટ્સ મળશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...