Saturday, September 19, 2026

નારણપુરામાં કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રિપલ અકસ્માત, બેફામ કારે એક્ટિવા અને રિક્ષાને ઉડાવ્યા

spot_img
Share

અમદાવાદ : શહેરમાં વધુ એક વખત પુરપાટ ઝડપે દોડતા વાહને અકસ્માત સર્જ્યો છે. શહેરના નારણપુરા વિસ્તારમાં ભાવિન ચાર રસ્તા પાસે રોંગસાઈડમાં આવેલા કારચાલકે અકસ્માત સર્જી ત્રણ વાહનને અડફેટે લીધાં હતાં, જેમાં એક એક્ટિવાચાલકને ઈજા પહોંચી હતી. અકસ્માતની ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ હતી, જેમાં કારચાલક રોંગસાઈડમાં પૂરપાટઝડપે કાર દોડાવતો જોવા મળી રહ્યો છે. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નારણપુરામાં ગઈકાલે સાંજે મીરામ્બિકા રોડ પર આવેલી ભાવિન ગર્લ્સ હોસ્ટેલ નજીકથી એક ઈનોવા કાર ચાલક અતિશય ઝડપે પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને સામે આવતા એક્ટિવા ચાલક તેમજ એક રિક્ષાને અડફેટે લીધા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષાની આખી દિશા બદલાઈ ગઈ હતી અને તેમાં સવાર મુસાફરો પણ ફફડી ઉઠ્યા હતા.

આ જોરદાર ટક્કરને કારણે એક્ટિવા ચાલક રોડ પર પટકાયા હતા, જેના કારણે તેમને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘટના બનતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઘાયલ એક્ટિવા ચાલકને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અકસ્માતની જાણ થતા જ ટ્રાફિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માત સર્જનાર ઈનોવા કારના ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ટ્રાફિક પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે કે અકસ્માત સમયે કાર ચાલક નશામાં હતો કે કેમ અથવા અન્ય કોઈ કારણસર આ અકસ્માત સર્જાયો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...