Thursday, July 23, 2026

અમદાવાદીઓ સાવધાન ! શાહીબાગ અંડરપાસ 6 દિવસ માટે બંધ, જાણો કેમ લેવાયો નિર્ણય?

spot_img
Share

અમદાવાદ : અમદાવાદીઓ માટે ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો બનવા જઈ રહી છે. શહેરના મહત્વના ગણાતા એવા શાહીબાગ અંડરપાસને આગામી 23 જાન્યુઆરીથી 28 જાન્યુઆરી સુધી વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીને વેગ આપવા માટે આ મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે.કામપુરુ થયા બાદ 29 જાન્યુઆરીએ વાહનચાલકો માટે ફરી શરૂ કરવામાં આવી શકે છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ ટ્રાફિક પોલીસના જણાવ્યા મુજબ, 23 થી 28 જાન્યુઆરી સુધી શાહીબાગ અંડરપાસ બંધ રહેશે. બુલેટ ટ્રેનની કામગીરી માટે અંડરપાસ વાહનવ્યવહાર માટે બંધ રહેશે. કામપુરુ થયા બાદ 29 જાન્યુઆરીએ વાહનચાલકો માટે ફરી શરૂ કરવામાં આવી શકે છે.અમદાવાદના વાહનચાલકોને ચાલુ માસમાં ભારે ટ્રાફિકને કારણે ભારે હાલાકી ભોગવવાનો વારો આવશે. બુલેટ ટ્રેનની કામગીરીને કારણે શહેરનો એક મુખ્ય અંડરપાસ છ દિવસ માટે બંધ રાખવામાં આવશે.

વાહનચાલકો માટે વૈકલ્પિક વ્યવસ્થા (ડાયવર્ઝન): 

નાગરિકોને હાલાકી ન પડે તે માટે નીચે મુજબના વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા સૂચના અપાઈ છે

1:દિલ્હી દરવાજા કે સુભાષબ્રિજથી એરપોર્ટ/ગાંધીનગર જવા માટે: વાહનચાલકો સુભાષબ્રિજના છેડે આવેલા શિલાલેખ ફ્લેટ પાસેથી રિવરફ્રન્ટનો ઉપયોગ કરી, ડફનાળા રિવરફ્રન્ટ માર્ગે થઈને એરપોર્ટ તથા ગાંધીનગર જઈ શકશે.

2:એરપોર્ટ/ગાંધીનગરથી શહેર તરફ (કાલુપુર/દિલ્હી દરવાજા) આવવા માટે: એરપોર્ટ તરફથી આવતો ટ્રાફિક ડફનાળા રિવરફ્રન્ટનો ઉપયોગ કરી શકશે. જ્યારે અસારવા, ગીરધરનગર કે કાલુપુર જવા માટે શાહીબાગ થઈને મહાપ્રજ્ઞજી બ્રિજનો ઉપયોગ કરી શકાશે.

3:ગીરધરનગર/અસારવાથી એરપોર્ટ/ગાંધીનગર જવા માટે: આ રસ્તેથી આવતા વાહનો શાહીબાગ થઈ, અનેક્ષી અને ગાયત્રી મંદિર થઈને આર્મી કેન્ટોનમેન્ટના રસ્તે એરપોર્ટ જઈ શકશે. તેમજ ત્યાંથી ઈન્દીરાબ્રિજ થઈ ગાંધીનગર જઈ શકાશે.

 

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...