અમદાવાદ : અમદાવાદીઓ માટે ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો બનવા જઈ રહી છે. શહેરના મહત્વના ગણાતા એવા શાહીબાગ અંડરપાસને આગામી 23 જાન્યુઆરીથી 28 જાન્યુઆરી સુધી વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીને વેગ આપવા માટે આ મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે.કામપુરુ થયા બાદ 29 જાન્યુઆરીએ વાહનચાલકો માટે ફરી શરૂ કરવામાં આવી શકે છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ ટ્રાફિક પોલીસના જણાવ્યા મુજબ, 23 થી 28 જાન્યુઆરી સુધી શાહીબાગ અંડરપાસ બંધ રહેશે. બુલેટ ટ્રેનની કામગીરી માટે અંડરપાસ વાહનવ્યવહાર માટે બંધ રહેશે. કામપુરુ થયા બાદ 29 જાન્યુઆરીએ વાહનચાલકો માટે ફરી શરૂ કરવામાં આવી શકે છે.અમદાવાદના વાહનચાલકોને ચાલુ માસમાં ભારે ટ્રાફિકને કારણે ભારે હાલાકી ભોગવવાનો વારો આવશે. બુલેટ ટ્રેનની કામગીરીને કારણે શહેરનો એક મુખ્ય અંડરપાસ છ દિવસ માટે બંધ રાખવામાં આવશે.

વાહનચાલકો માટે વૈકલ્પિક વ્યવસ્થા (ડાયવર્ઝન):
નાગરિકોને હાલાકી ન પડે તે માટે નીચે મુજબના વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા સૂચના અપાઈ છે
1:દિલ્હી દરવાજા કે સુભાષબ્રિજથી એરપોર્ટ/ગાંધીનગર જવા માટે: વાહનચાલકો સુભાષબ્રિજના છેડે આવેલા શિલાલેખ ફ્લેટ પાસેથી રિવરફ્રન્ટનો ઉપયોગ કરી, ડફનાળા રિવરફ્રન્ટ માર્ગે થઈને એરપોર્ટ તથા ગાંધીનગર જઈ શકશે.
2:એરપોર્ટ/ગાંધીનગરથી શહેર તરફ (કાલુપુર/દિલ્હી દરવાજા) આવવા માટે: એરપોર્ટ તરફથી આવતો ટ્રાફિક ડફનાળા રિવરફ્રન્ટનો ઉપયોગ કરી શકશે. જ્યારે અસારવા, ગીરધરનગર કે કાલુપુર જવા માટે શાહીબાગ થઈને મહાપ્રજ્ઞજી બ્રિજનો ઉપયોગ કરી શકાશે.
3:ગીરધરનગર/અસારવાથી એરપોર્ટ/ગાંધીનગર જવા માટે: આ રસ્તેથી આવતા વાહનો શાહીબાગ થઈ, અનેક્ષી અને ગાયત્રી મંદિર થઈને આર્મી કેન્ટોનમેન્ટના રસ્તે એરપોર્ટ જઈ શકશે. તેમજ ત્યાંથી ઈન્દીરાબ્રિજ થઈ ગાંધીનગર જઈ શકાશે.


