Friday, September 18, 2026

અમદાવાદમાં કોર્પાેરેટરોની પાંચ વર્ષની ટર્મ પુરી થઇ, પણ જનતા પૂછી રહી છે ‘વિકાસનો હિસાબ ક્યાં?‘

spot_img
Share

અમદાવાદમાં કોર્પાેરેટરોની પાંચ વર્ષની ટર્મ પુરી થઇ, પણ જનતા પૂછી રહી છે ‘વિકાસનો હિસાબ ક્યાં?‘

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફેબ્રુઆરી 2021માં ચૂંટાયેલી પાંખ અને શાસક પક્ષ ભાજપની પાંચ વર્ષની મુદત ગત 9 માર્ચ, ૨૦૨૬ના રોજ પૂર્ણ થઈ ગઈ છે. 9 તારીખથી જ ચૂંટાયેલા પ્રતિનિધિઓની સત્તાનો અંત આવશે અને જ્યાં સુધી નવી ચૂંટણી ન યોજાય ત્યાં સુધી મ્યુનિસિપલ કમિશનર હસ્તક ‘વહીવટદાર શાસન’ અમલી બનશે. જાેકે, સત્તા છોડતી વખતે કોર્પોરેટરોમાં સોશિયલ મીડિયા પર લાગણીશીલ પોસ્ટ મૂકવાની હોડ જામી છે, પણ પ્રજાના પાયાના પ્રશ્નો અને કામગીરીના હિસાબ બાબતે મૌન જાેવા મળી રહ્યું છે.

છેલ્લા બે-ત્રણ દિવસથી ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ સ્ટેટસ પર કોર્પોરેટરોની પોસ્ટનો પૂર આવ્યો છે. વિદાયની આ વેળાએ કોર્પોરેટરો અલગ-અલગ અંદાજમાં જાેવા મળી રહ્યા છે. ફેસબુક વોલ પર અનેક કોર્પોરેટરોએ રસ્તા, પાણી અને લાઈટ જેવી સુવિધાઓમાં સહકાર આપવા બદલ જનતાનો આભાર માન્યો છે. કેટલાક નેતાઓએ તો “જાણે-અજાણે ભૂલ થઈ હોય તો ક્ષમા કરજાે” કહીને નમ્રતાનો દેખાવ કર્યો છે. તો રાજકારણની ધમાલ વચ્ચે કેટલાક કોર્પોરેટરો અચાનક કવિ બની ગયા છે. ભાવુક પંક્તિઓ દ્વારા પાંચ વર્ષના સંસ્મરણો વાગોળવામાં આવી રહ્યા છે.તો કેટલાંક કોર્પાેરેટરોના સમર્થકો દ્વારા ફરીથી ટિકિટ મળે અને નવી જવાબદારી મળે તેવી પોસ્ટ શેર કરીને શક્તિ પ્રદર્શનના પ્રયાસો પણ થઈ રહ્યા છે.

પરંતુ જનતાનો સવાલ એ છે કે સોશિયલ મિડીયામાં વ્યકત કરવામાં ભાવનાઓ ઠીક, પણ મ્યુ કોર્પાેરેટરો દ્વારા છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન કરાયેલ વિકાસના કામનો હિસાબ ક્યાં છે?

શહેરીજનોમાં એક સુર સ્પષ્ટ જાેવા મળી રહ્યો છે કે કોર્પોરેટરો આભાર માની રહ્યા છે તે સારી વાત છે, પરંતુ તેમણે પાંચ વર્ષ દરમિયાન કરેલી કામગીરીનો ‘રિપોર્ટ કાર્ડ’ કેમ જાહેર નથી કર્યો?

1. મુખ્ય પ્રોજેક્ટ્સની વિગત: પાંચ વર્ષમાં વોર્ડ દીઠ બજેટનો ક્યાં વપરાશ થયો? કયા મોટા કામો પૂર્ણ થયા?
2. અધૂરા કામોનું શું?: જે કામો હજુ પેન્ડિંગ છે અથવા અધૂરા છે, તેના માટે આગામી આયોજન શું છે તેનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
3. સફેદ હાથી સમાન પ્રોજેક્ટ્સ: પ્રજાના ટેક્સના પૈસાથી બનેલા પ્રોજેક્ટ્સનો ખરેખર કેટલો લાભ મળ્યો તે અંગે કોઈ કોર્પોરેટર બોલવા તૈયાર નથી.

જાે કે આ તમામ ચર્ચાઓ વચ્ચે નવનિયુકત શહેર ભાજપ પ્રમુખ દ્વારા પ્રથમ વાર દરેક કોર્પાેરેટરો પાસેથી પાંચ વર્ષનો હિસાબ માંગ્યો છે, એ આવકારવાલાયક છે, પરંતુ જે પ્રજાએ એટલે કે લોકોએ વોટ કરીને સીધા ચુંટ્યા છે એવા કોર્પાેરેટરોએ હિસાબ પણ સીધો પ્રજાને આપવો જાેઈએ

તમને જણાવી દઈએ કે ગત ફેબ્રુઆરી 2021માં જ્યારે કોરોના મહામારીનું જાેર હતું, ત્યારે 21 ફેબ્રુઆરીએ 48 વોર્ડની 192 બેઠકો માટે મતદાન થયું હતું. 23 ફેબ્રુઆરીએ જાહેર થયેલા પરિણામોમાં ભાજપે 160 બેઠકો સાથે ભવ્ય વિજય મેળવ્યો હતો, જ્યારે કોંગ્રેસ માત્ર 23 બેઠકો પર સમેટાઈ ગઈ હતી. ત્યારથી અત્યાર સુધીના સફરમાં અનેક વિવાદો અને વિકાસના દાવાઓ વચ્ચે ગત 9 માર્ચના રોજ આ પાંખની મુદત પૂરી થઈ છે.

હવે અમદાવાદીઓએ પોતાના પ્રશ્નો માટે કોર્પોરેટર પાસે જવાને બદલે સીધા ઝોનલ ઓફિસ કે મ્યુનિસિપલ તંત્રનો સંપર્ક કરવો પડશે.આ ઉપરાંત નીતિવિષયક ર્નિણયો હવે સરકાર અને કમિશનર હસ્તક રહેશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...