Tuesday, October 13, 2026

હાઉસિંગ બોર્ડની અનેક સોસાયટીઓના રીડેવલપમેન્ટના ટેન્ડર રદ થવાની શકયતા, સોસાયટીઓ માટે છેલ્લો ચાન્સ…!!

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડનાં મકાનોમાં હાલ રાજ્ય સરકારની રીડેવલપમેન્ટ પોલિસી અંતર્ગત કામગીરી ચાલી રહી છે, પરંતુ 15 થી વધુ હાઉસિંગ કોલોનીઓ (સોસાયટીઓ)ના રીડેવલપમેન્ટ માટે બહાર પડાયેલા ટેન્ડરમાં બોર્ડે રીડેવલપમેન્ટ પોલિસીનો કોઈ અમલ કર્યો જ ન હોવાનો અને અનેક સોસાયટીઓમાં રીડેવલપમેન્ટ કામગીરીમાં કોઈપણ મુવમેન્ટ કે હિલચાલ ન હોવા છતાં બિલ્ડરોના લાભાર્થે ટેન્ડરની સમય મર્યાદા પુરી થઈ ગઈ હોવા છતાં ટેન્ડરો ચાલુ રાખતા હોવાની ફરિયાદો બાદ હાઉસિંગ બોર્ડ લાલ આંખ કરે તેવી શક્યતાઓ જાેવાઈ રહી છે.

રહીશોની ફરિયાદ મુજબ, ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા રીડેવલપમેન્ટ પોલીસી બિલ્ડરોની મનમાની પ્રમાણે ચાલે છે અને બિલ્ડરો માટે લાલ જાજમ બીછાવવામાં આવે છે. જેમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા તાજેતરમાં બિલ્ડરના લાભાર્થે પ્રોજેકટ લોનની મંજુરી આપવામાં આવી છે, છતાં એક વાર ટેન્ડર બાદ ધીમી ગતિની કામગીરીમાં કોન્ટ્રાક્ટરોને કોઈ નોટીસ આપવામાં આવતી નથી.બિલ્ડર દ્વારા સમય મર્યાદામાં કામ નહીં કરતા હોવાને કારણે સોસાયટીના સભ્યો હેરાનગતિ ભોગવી રહ્યા છે.

નવા વાડજમાં વિશ્રામ પાર્ક, હરિઓમ એપાર્ટમેન્ટ, ગગનવિહાર એપાર્ટમેન્ટ, નંદનવન એપાર્ટમેન્ટ, જયારે નારણપુરામાં શ્રધ્ધાદીપ એપાર્ટમેન્ટ, 84-નિધિ એપાર્ટમેન્ટ, નિર્મલ એપાર્ટમેન્ટ, ગણેશ, શ્રીનગર કે શિવાલય એપાર્ટમેન્ટ સહિત અનેક સોસાયટીઓમાં રીડેવલપમેન્ટની કામગીરીમાં કોઈ ડેવલપમેન્ટ નથી,નિયમ મુજબ ચોક્કસ નિયત સમય મર્યાદા હોવા છતા લાંબા સમયથી ટેન્ડર ચાલુ હોવા છતા કોઈ પ્રોગ્રેસ નહિ હોવાથી આગામી સમયમાં હાઉસિંગ બોર્ડ ટેન્ડર કેન્સલ કરે તેવી શક્યતાઓ જાેવાઈ રહી છે.

એક ચર્ચા મુજબ, ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા અત્યાર સુધીમાં 135 થી વધુ કોલોનીઓ (સોસાયટીઓ)ના ટેન્ડરો બહાર પાડયા હોવાનું જાણવા મળ્યું છે. જેમાં હાલ અમદાવાદની 50 થી વધુ સોસાયટીઓમાં રીરડેવલપમેન્ટની પ્રક્રિયા ચાલી છે.15 થી 20 જેટલી સોસાયટીઓમાં રીડેવલપમેન્ટ માટે ટેન્ડરો કેન્સલ થાય એ પહેલા ડેવલપરો સાથે તાજેતરમાં મિટીંગ યોજવામાં આવી હતી.

આ અગાઉ હાઉસિંગ બોર્ડે અનેક સોસાયટીઓમાં સભ્યોની સંમતિ લીધા વિના જ ટેન્ડર બહાર પાડી દીધા હતા.જાે કે નિયમ મુજબ 75 ટકા લોકોની સંમતિ હોવી જરૂરી છે તેમ છતાંય હાઉસિંગ બોર્ડે અનેક સોસાયટીઓના સભ્યોની સંમતિ લીધા વિના જ ટેન્ડર બહાર પાડી દીધા હતા.ત્યારે પણ ભારે ઉહાપોંહ મચી ગયો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રાયલ રનમાં ‘બ્રેક’, કેમ અચાનક અટકી કામગીરી?

ગાંધીનગર : GMRC સંચાલિત મેટ્રો રેલ પ્રોજેક્ટના ટ્રાયલ રન દરમિયાન અચાનક એક મોટી ટેકનિકલ ક્ષતિ સર્જાવાની ઘટના સામે આવી છે.શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે ગાંધીનગરમાં...

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...