Tuesday, April 21, 2026

અમદાવાદ-ગાંધીનગર કોરિડોરમાં વધશે મેટ્રો ટ્રેનની ફ્રિકવન્સી, 10 નવી ટ્રેનો ઉમેરાશે, મુસાફરી થશે વધુ આસાન

spot_img
Share

અમદાવાદ : ગુજરાતમાં પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા લાખો નાગરિકો માટે એક મોટા અને ખુશીના સમાચાર છે. રાજ્ય સરકારે અમદાવાદ અને સુરત શહેરમાં મેટ્રો રેલ સેવાને વધુ સુદૃઢ અને ઝડપી બનાવવા માટે કુલ 34 અત્યાધુનિક મેટ્રો ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો છે. જેમાંથી 10 ટ્રેન અમદાવાદ મેટ્રો ફેઝ-2 માટે અને 24 ટ્રેન સુરત મેટ્રો માટે ફાળવવામાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મેટ્રો ફેઝ-2 હેઠળ અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે 68.2 કિ.મી.નું નેટવર્ક કાર્યરત છે, જેમાં હાલ 32 ટ્રેનસેટ્સ દ્વારા સેવા આપવામાં આવે છે. હવે નવા 10 ટ્રેનસેટ્સ ઉમેરાવાથી ટ્રેનોની અવરજવરની ફ્રિકવન્સીમાં વધારો થશે. આ નવી ટ્રેનો આવવાથી મુસાફરોને ટ્રેન માટે લાંબો સમય રાહ નહીં જોવી પડે અને તેમની મુસાફરી વધુ આરામદાયક બનશે. આ પગલું રાજ્યના શહેરી પરિવહન માળખાને એક નવી ઊંચાઈ પર લઈ જશે.પરિણામે મુસાફરોએ સ્ટેશન પર ટ્રેન માટે રાહ જોવાનો સમય ઘટશે અને પરિવહન ક્ષમતા મજબૂત બનશે.

ઉલ્લેખનીય છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે રાજ્યમાં મેટ્રો ટ્રેન શરૂ કરવાનું સ્વપ્ન સેવ્યું હતું, અને તેમના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં અમદાવાદ અને સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ્સ શરૂ કરવામાં આવ્યા હતા. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ્સ ફેઝ-1 અને ફેઝ-2 સફળતાપૂર્વક શરૂ કરવામાં આવ્યા છે, અને અમદાવાદ-ગાંધીનગરના લાખો નાગરિકો મેટ્રો ટ્રેનનો લાભ મેળવી રહ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...