Tuesday, April 21, 2026

અમદાવાદમાં ટ્રાવેલ્સની કાર્ગો ઓફિસમાં સિલિકોન સ્પ્રેની બોટલોમાં બ્લાસ્ટ, FSL અને પોલીસે તપાસ હાથ ધરી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરના વ્યસ્ત ગણાતા પાલડી વિસ્તારમાં આજે બપોરના સમયે ‘ફાલ્કન ટ્રાવેલ્સ’ની કાર્ગો ઓફિસમાં એકાએક જોરદાર ધડાકો થતાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. આ બ્લાસ્ટની તીવ્રતા એટલી વધારે હતી કે ઓફિસના બોર્ડ અને આસપાસના સાધનોને નુકસાન પહોંચ્યું હતું. જોકે, પોલીસની પ્રાથમિક તપાસમાં આ ધડાકો પાર્સલમાં રહેલા સિલિકોન સ્પ્રેની બોટલોમાં થયો હતો.જોકે, આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના પાલડી વિસ્તારમાં અનેક ટ્રાવેલ્સની કંપનીઓ આવેલી છે. અહીં એક ટ્રાવેલ્સની કંપનીની બહારની બાજુએ અચાનક પાર્સલ બ્લાસ્ટ થયો છે. પાલડી વિસ્તારમાં આવેલી ટ્રાવેલ્સની ઓફિસમાં આવેલા એક પાર્સલમાં ભેદી ધડાકો થયો છે. જોકે, આ પાર્સલમાં સિલિકોન સ્પ્રે હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે.આ સિલિકોન સ્પ્રેનું પાર્સલ ગરમીમાં મૂકવાને કારણે બ્લાસ્ટ થયાનું જાણવા મળી રહ્યું છે.

આ ધડાકાને લીધે ટ્રાવેલ્સની ઓફિસના ફર્નિચરના લોચા વળી ગયા હતા અને બહાર લાગેલું સાઈન બોર્ડ પણ તૂટી પડ્યું હતું. ઓફિસની અંદર રહેલા સાધનોને પણ નુકસાન પહોંચ્યું છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ અને સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તપાસ હાથ ધરી હતી.

ઘટનાની ગંભીરતા જોતા ઝોન 7ના DCP, ACP અને PI સહિતની ટીમો તાત્કાલિક પાલડી પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમ પણ સાવચેતીના ભાગરૂપે બોલાવી લેવામાં આવી હતી. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા ઓફિસમાં રહેલા અન્ય તમામ પાર્સલનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેથી ખાતરી કરી શકાય કે અન્ય કોઈ જોખમી વસ્તુ ત્યાં હાજર નથી.

પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ પાર્સલ ક્યાંથી આવ્યા હતા અને કોને મોકલવાના હતા. જો કે, આ મામલે ફાલ્કન કાર્ગોની બેદરકારી જણાશે, તો પોલીસ દ્વારા તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં પોલીસે પાર્સલ મોકલનાર અને મેળવનારની વિગતો મંગાવીને વધુ તપાસ તેજ કરી છે. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...