Thursday, July 23, 2026

AMCની સંવેદનશીલ પહેલ, પાલતુ શ્વાન માટે શરૂ થયું CNG ગેસ આધારિત સ્મશાન, ઘેરબેઠાં જોઈ શકશે અંતિમવિધિ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પાલતુ પ્રાણીઓ પ્રત્યે સંવેદના દાખવતા ગુજરાતના પ્રથમ અત્યાધુનિક CNG આધારિત ‘પેટ ડોગ ક્રિમેટોરિયમ’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરના CNCD એબીસી સેન્ટર, જમાલપુર ચાર રસ્તાથી ખોડિયારનગર ચાર રસ્તા રોડ, સુએજ પમ્પિંગ સ્ટેશન કેમ્પસ, બહેરામપુરા ખાતે શ્રી નોર્થ ઈસ્ટ મશીન કરમસદ એજન્સી દ્વારા 30 લાખના ખર્ચે CNG ગેસ સંચાલતિ ડોગ સ્મશાનગૃહ (એનિમલ ક્રિમેટર) કાર્યરત કરાયું છે, જોકે CCTV સુવિધા સાથે પેટ ડોગ ઓનર્સ તેમના પેટ ડોગની અંતિમવિધિ હવે ઘેરબેઠાં પણ જોઈ શખશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીડી (CNCD) વિભાગ દ્વારા બહેરામપુરા ખાતે નોર્થ ઇસ્ટ મશીન કરમસદ એજન્સી દ્વારા રૂ. 30 લાખના ખર્ચે CNG ગેસ સંચાલિત ડોગ ક્રિમેટોરિયમ (એનિમલ ક્રિમેટર) કાર્યરત કરાયું છે. આ સ્મશાનગૃહમાં એકસાથે 3 શ્વાનના અંતિમ સંસ્કાર કરી શકાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પર્યાવરણની જાળવણીને ધ્યાનમાં રાખીને આ પ્લાન્ટને સંપૂર્ણપણે ગેસ આધારિત રાખવામાં આવ્યો છે, જેના કારણે તે ધુમાડા રહિત અને દુર્ગંધ રહિત છે. વિધિ પૂર્ણ થયા બાદ માલિકોને શ્વાનની અસ્થિ અને રાખ પણ સન્માનપૂર્વક પરત કરવામાં આવશે.

આ ક્રિમેટોરિયમના ઉપયોગની પ્રક્રિયા સરળ છે, જેમાં પેટ ડોગના મૃત્યુની જાણ 155303 પર ફોન કરી જાણ કરવાની હોય છે, તેમજ પેટ ડોગના રજીસ્ટ્રેશનની રસીદ મોકલવાની રહે છે. આ ઉપરાંત ખાતાની અંતિમ ધામ જીવ સેવા રથ, ફુલહાર, પૂજા સામગ્રી સાથે મૃત ડોગ્સના સ્થળ પર માલિકની મુલાકાત લઇ પેટ ડોગ્સની વિધિવત માલિક દ્વારા તેના ઘરે પૂજા વિધિ, ફુલહાર કરી પેટ ડોગને સન્માનપૂર્વક ક્રિમેટોરિયમ ખાતે લાવવામાં આવે છે.

ટેકનોલોજીના સમન્વય સાથે CCTV સુવિધા હોવાના કારણે પેટ ડોગ ઓનર પોતાના ઘેરબેઠાં પોતાના પેટ ડોગની અંતિમવિધિ જોઈ શકે છે. મૃત શ્વાનનાં પરિવારજનો માટે 6 સીટિંગ બાકડાની વ્યવસ્થા છે તેમજ પેટ ડોગની અંતિમવિધિ પૂર્ણ થયા બાદ એનાં અસ્થિ/રાખને માટલીમાં ભરી લાલ કપડામાં મૂકીને સન્માનપૂર્વક પેટ ડોગ ઓનરને તેમના ઘરે સુધી આપવાની સુવિધા છે.જે અત્યાર સુધી માત્ર મોટા મેટ્રો શહેરોમાં જ જોવા મળતી હતી.

નિષ્ણાતોના મતે, શહેરી વિસ્તારોમાં પાલતુ પ્રાણીઓના મૃત્યુ બાદ તેમના નિકાલ માટે માલિકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો, જેના કારણે ઘણીવાર જાહેર આરોગ્યના પ્રશ્નો પણ ઊભા થતા હતા. આ વ્યવસ્થાથી હવે માત્ર ભાવનાત્મક જ નહીં પણ આરોગ્યપ્રદ રીતે પણ શહેરને ફાયદો થશે. અમદાવાદની આ પહેલ આગામી સમયમાં રાજ્યના અન્ય મહાનગરો માટે પણ એક મોડેલ સાબિત થઈ શકે છે. કોર્પોરેશનના આ નિર્ણયથી હજારો પેટ લવર્સને રાહત મળી છે, જેઓ પોતાના પાલતુ પ્રાણીને પરિવારના સભ્ય સમાન ગણે છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...