Thursday, July 23, 2026

હોળી પહેલા AMCનો ફૂડ વિભાગ એક્શનમાં, AMC સ્કૂલ સહિત 22 એકમોમાં તપાસ કરી 42 ખાદ્ય નમૂના લેવાયા

spot_img
Share

અમદાવાદ : હોળીના તહેવાર પૂર્વે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરવામાં આવતી હોઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફૂડ વિભાગે શહેરભરમાં ખાસ ચકાસણી અભિયાન હાથ ધર્યું છે. તહેવાર દરમિયાન વધતા ખાદ્ય પદાર્થોના વેચાણને ધ્યાનમાં રાખીને વિવિધ શાળાઓ અને હેલ્થ વિભાગ દ્વારા આજે(20 ફેબ્રુઆરી, 2026) શહેરના વિવિધ ઝોનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ફૂડ ડિપાર્ટમેન્ટની ટીમોએ અલગ-અલગ વોર્ડ વિસ્તારમાં આવેલા 22 એકમો પર દરોડા પાડ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ, AMCના ફૂડ વિભાગ દ્વારા AMC સંચાલિત શાળાઓમાં આપવામાં આવતા મધ્યાહન ભોજનની ગુણવત્તા ચકાસવા માટે જમાલપુર વિસ્તારમાં આવેલી મ્યુનિસિપલ શાળા નંબર 5 અને જમાલપુર ઉર્દૂ શાળા નંબર 5માંથી નમૂનાઓ લીધા હતા. બંને શાળાઓમાંથી સુખડી અને રોટલીના સેમ્પલ લેવામાં આવ્યા હતા.આ ઉપરાંત શહેરના અલગ-અલગ વિસ્તારોના 22 જેટલાં એકમોમાં દરોડા પાડી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન શંકાસ્પદ જણાતા કુલ 42 ખાદ્ય ચીજવસ્તુઓના નમૂના લઈ તપાસ અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.

આ ઉપરાંત, શહેરના લોકપ્રિય લક્ષ્મી ગાંઠિયા રથમાંથી ગાંઠિયા, જલેબી અને ફાફડાના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. આશ્રમ રોડ પર આવેલી ફૂડ ઇન હોટલમાંથી પણ ખાદ્ય પદાર્થોના સેમ્પલ એકત્રિત કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત, આરોગ્યના નિયમોનું ઉલ્લંઘન કરનારા 7 એકમો પાસેથી રૂ.53,000નો દંડ વસૂલવામાં આવ્યો હતો.

AMCના અધિકારીઓએ નાગરિકોને સ્વચ્છ અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થોનો ઉપયોગ કરવા તેમજ શંકાસ્પદ ખાદ્ય પદાર્થો અંગે તંત્રને જાણ કરવા અપીલ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...