Wednesday, November 18, 2026

અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતા મંદિરમાં પ્રથમવાર નવા રસોડાનું ઉદ્ઘાટન, 615 વર્ષ બાદ મંદિર પરિસરમાં જ બનશે માતાજીનો રાજભોગ

spot_img
Share

અમદાવાદ : શહેરના નગરદેવી ભદ્રકાળી માતાજીને ધરાવાતો રાજભોગ પહેલા અન્ય સ્થળેથી તૈયાર થઈને મંદિર સુધી પહોંચાડવામાં આવતો. પરંતુ હવે મંદિર પરિસરમાં જ માતાજીનો રાજભોગ તૈયાર કરીને ધરાવાશે. જે માટે કારતક સુદ આઠમને મંગળવારથી સૌ પ્રથમવાર મંદિર પરિસરમાં જ નવા રસોડાનું ઉદ્ધાટન શહેરના મેયર હિતેશ બારોટના હસ્તે કરવામાં આવ્યું છે. આમ 615 વર્ષ પછી નગરદેવી ભદ્રકાળીનો થાળ આમ મંદિર પરિસરમાં જ બનશે.

રિપોર્ટ મુજબ, અમદાવાદ મહાનગરપાલિકાના મેયર હિતેશ બારોટ સહિત પદાધિકારીઓએ ખાસ ઉપસ્થિત કરીને નવા રસોડાનું ઉદ્ધાટન કરાવ્યું હતું. આ નવી વ્યવસ્થાથી હવે ભદ્રકાળી માતાને નિત્ય થાળ અને રાજભોગ ધરાવવામાં આવશે. મંદિર પરિસરમાં જ રસોડું કાર્યરત થતા માતાજીનો ભોગ મંદિરમાં શુદ્ધતા અને પવિત્રતા સાથે તૈયાર થશે, જેથી ભકતોને પણ પ્રસાદની શુદ્ધતા અંગે વિશ્વાસ વધશે.

નવા રસોડામાં ભદ્રકાળી માતાજીના નિત્ય થાળ, રાજભોગ અને અન્ય ખાસ તહેવારો અને પૂનમ જેવા દિવસોએ ભક્તો માટેના પ્રસાદની વ્યવસ્થા વધુ સરળ અને સુવ્યવસ્થિત થઈ શકશે. મંદિર ટ્રસ્ટ દ્વારા રસોડામાં સ્વચ્છતા, હાઈજીન અને શુદ્ધ ઘી મસાલાનો ઉપયોગ થાય તેની વિશેષ કાળજી લેવાશે. ઉદ્ઘાટન પ્રસંગે મેયર હિતેશ બારોટ સહિત કોર્પોરેટરો, મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, સાધુ-સંતો અને મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા

અત્યાર સુધીમાં ગુજરી બજાર પાસેના પૌરાણિક લક્ષ્મી માતાના મંદિરે થાળ માટેની રસોઈ બનતી હતી.લક્ષ્મી મંદિરેથી પૂજારી મંત્રવિધિ સાથે થાળ લઈને ભદ્રકાળી મંદિરે જતા હતા. આ બંને મંદિર વચ્ચે અડધો કિલોમીટર જેટલું અંતર છે પણ સવારે ટ્રાફિક સહિતની અડચણો હોવાથી માતાજીનો થાળ લઈ જવામાં અગવડ પડતી હતી.

આ પ્રસંગે અમદાવાદ મનપાના મેયર હિતેશ બારોટે જણાવ્યું કે, મંદિરમાં માતાજીને રાજભોગ ધરાવવામાં આવે છે. તેમાં સ્વચ્છતા જળવાય, શુદ્ધતાનું વિશેષ ધ્યાન રહે માટે મંદિર પરિસરમાં જ રસોડાની વ્યવસ્થા શરુ કરાઈ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાજપનું નૂતન વર્ષ સ્નેહમિલન યોજાયું, CM ભૂપેન્દ્ર પટેલે કાર્યકરોને આપ્યો ખાસ સંદેશ, 22 નવેમ્બરે મોટું આયોજન

ગાંધીનગર : દિવાળી અને નવા વર્ષના પર્વ નિમિત્તે ગુજરાત ભાજપ દ્વારા આજે પ્રદેશ કક્ષાના સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર ખાતે ભાજપના પ્રદેશ...

અંબાજી-આબુ જતા વાહનચાલકો ધ્યાન આપો! PM મોદીની મુલાકાતને પગલે 13-14 નવેમ્બર સુધી આ માર્ગો રહેશે બંધ, જાણો વૈકલ્પિક રૂટ

અંબાજી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 અને 14 નવેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ બનાસકાંઠાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીની મુલાકાત લેશે....

PM મોદી 13 અને 14 નવેમ્બરે ગુજરાતના પ્રવાસે : લાભ પાંચમે અંબાજી ખાતે માતાજીનાં દર્શન કરી પૂજા-અર્ચના કરશે

અંબાજી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 13 અને 14 નવેમ્બરના રોજ ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. આ બે દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ...

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રાયલ રનમાં ‘બ્રેક’, કેમ અચાનક અટકી કામગીરી?

ગાંધીનગર : GMRC સંચાલિત મેટ્રો રેલ પ્રોજેક્ટના ટ્રાયલ રન દરમિયાન અચાનક એક મોટી ટેકનિકલ ક્ષતિ સર્જાવાની ઘટના સામે આવી છે.શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે ગાંધીનગરમાં...

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...