Saturday, May 2, 2026

અમદાવાદમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં મોટું કૌભાંડ, ફ્લેટ બુકિંગના નામે 12.40 કરોડની છેતરપિંડીનો ખેલ, 3 બિલ્ડરોની ધરપકડ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના બોપલ અને શેલા વિસ્તારમાં ‘અક્ષર અનંત’ પ્રોજેક્ટના નામે આચરવામાં આવેલું 12.40 કરોડ રૂપિયાનું રિયલ એસ્ટેટ કૌભાંડ પ્રકાશમાં આવતા ચકચાર મચી ગયો છે. સમગ્ર મામલે કુલ 12 કરોડ 40 લાખ રૂપિયાની ઠગાઈ અંગે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.બોપલ પોલીસે આ મામલે બિલ્ડર યોગેશ ઠક્કર, રોનક સોનાણી અને વિપુલ ગાંગાણીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય ત્રણ ભાગીદારો હજુ ફરાર છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના બોપલ અને શેલામાં રિયલ એસ્ટેટના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું છે. ‘અક્ષર અનંત’ નામની સ્કીમ મૂકીને ગ્રાહકો પાસેથી બુકિંગના નામે કરોડો રૂપિયા ઉઘરાવી લેવામાં આવ્યા હતા.આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. પોલીસે આ કૌભાંડમાં સંડોવાયેલા ત્રણ મુખ્ય આરોપીઓ – યોગેશ ઠક્કર, રોનક સોનાણી, અને વિપુલ ગાંગાણીની ધરપકડ કરી છે. આ બિલ્ડરોએ ગ્રાહકોના નાણાંનો અંગત સ્વાર્થ માટે ઉપયોગ કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે. જોકે, આ કેસમાં હજુ અન્ય ત્રણ આરોપીઓ ફરાર છે, જેમની શોધખોળ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

મહત્વનું એ છે કે આરોપીઓ સામે અગાઉ પણ આર્થિક ગુના શાખા અમદાવાદ તેમજ બોડકદેવ અને સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં સમાન પ્રકારના ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. હાલ બોપલ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે અને અન્ય સંભવિત પીડિતો તથા આરોપીઓ અંગે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.

તપાસ દરમિયાન એ પણ સામે આવ્યું છે કે આરોપીઓએ શેલા અને છારોડી વિસ્તારમાં વિવિધ સ્કીમો મૂકીને અનેક લોકોને રોકાણ માટે લલચાવ્યા હતા. લોકો પાસેથી મોટી રકમ મેળવી પછી પ્રોજેક્ટ બંધ કરી દેવાની પદ્ધતિથી ઠગાઈ કરવામાં આવી હોવાનો આરોપ છે.

આ ઘટનાએ અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટમાં ભારે ચકચાર જગાવી છે. રોકાણકારો અને ઘર ખરીદનારાઓએ કોઈપણ નવી સ્કીમમાં રોકાણ કરતા પહેલા તે રેરા (RERA) હેઠળ રજીસ્ટર્ડ છે કે નહીં અને જમીનના ટાઈટલ ક્લિયર છે કે નહીં તેની ચોકસાઈપૂર્વક તપાસ કરવી જરૂરી બની છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...