Wednesday, July 22, 2026

અમદાવાદમાં BRTS ટ્રેકમાં ઘુસેલા મોપેડ ચાલકની બસ સાથે ટક્કર, 60 ફૂટ સુધી ઢસડાતા યુવક લોહીલુહાણ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના સીટીએમ એક્સપ્રેસ હાઈવે નજીક BRTS ટ્રેકમાં ગંભીર અકસ્માત સર્જાયો છે. BRTS ટ્રેકમાં મોપેડ ચાલકને બીઆરટીએસ બસ ચાલકે અડફેટે લેતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. અકસ્માત એટલો ગંભીર હતો કે ટક્કર વાગતાની સાથે જ મોપેડ ચાલક 50 થી 60 ફૂટ જેટલો ઢસડાયો હતો.જેના કારણે મોપેડનું આગળનું ટાયર પણ ફંગોળાઈને નીકળી ગયું હતું.પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, આ અકસ્માતમાં મોપેડ ચાલક યુવકે હેલ્મેટ પહેર્યું ન હોવાથી તેના માથાના ભાગે જીવલેણ ઈજાઓ પહોંચી છે. ઘટના બનતા જ અકસ્માતના કારણે મોપેડનો આગળનો ભાગ પણ નીકળી ગયો હતો અને આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. અને લોહીલુહાણ હાલતમાં પડેલા યુવકને જોઈ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ ઘટનાની જાણ થતા જ ટ્રાફિક પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને અકસ્માત અંગે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે,અમદાવાદમાં BRTS ટ્રેકમાં ખાનગી વાહનો ચલાવવા પર સખત મનાઈ હોવા છતાં, ટૂંકો રસ્તો કાપવાની લાલચમાં અનેક વાહનચાલકો જીવના જોખમે ટ્રેકમાં ઘૂસતા હોય છે. ટ્રેકમાં આ પ્રકારની બેદરકારીને કારણે અગાઉ પણ અનેક ગંભીર અકસ્માતો નોંધાયા છે.

શહેરમાં BRTS ટ્રેકમાં વાહન ચલાવવા પર પ્રતિબંધ છે છતાં પણ કેટલાક વાહનચાલકો પોતાના વાહન BRTS માં ચલાવતા હોય છે. જેના કારણે બસની સાથે અકસ્માતની ઘટના બનતી હોય છે. પૂર્વ વિસ્તારના BRTS માં અનેક વાહન ચાલકો આ પ્રકારે પોતાના વાહનો ચલાવતા હોય છે જેના કારણે થઈને આવી અકસ્માતની ગંભીર ઘટના બને છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...