Thursday, September 17, 2026

વાડજ પોલીસને મળી મોટી સફળતા, એક્ટિવા ચોરીના ગુનાનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં મિલકત સંબંધી ગુનાઓને ડામવા માટે પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલી સૂચનાના પગલે વાડજ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે પ્રશંસનીય કામગીરી કરતા એક્ટિવા ચોરીનો ગુનો ગણતરીના દિવસોમાં ડિટેક્ટ કર્યો છે. પોલીસે બાતમીના આધારે એક રીઢા આરોપીની ધરપકડ કરી તેની પાસેથી ચોરીનું વાહન કબજે કર્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ, વાડજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.આર. ડાંગરના માર્ગદર્શન હેઠળ PSI જી.આર. આલ અને તેમની ટીમ જ્યારે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે હેડ કોન્સેટેબલ ડાહ્યાભાઇ બાબુભાઇ અને લોકરક્ષક દિપકુમાર રમેશભાઇને ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને શંકાસ્પદ ઇસમને ઝડપી પાડ્યો હતો.આરોપીની વિગત અને મુદ્દામાલ (હોન્ડા કંપનીનું કાળા કલરનું એક્ટિવા કિંમત: આશરે 15,000/-) પકડાયેલ આરોપીની ઓળખ ઇશ્વરદાસ ગોપાલદાસ વૈષ્ણવ (ઉં.વ. 25) તરીકે થઈ છે. આરોપી મૂળ રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના ગોકુંદા તાલુકાનો વતની છે અને હાલ નવા વાડજ વિસ્તારમાં રહે છે.

પોલીસની સફળ અને પ્રશંસનીય કામગીરીઆ સમગ્ર કામગીરીમાં PSI જી.આર. આલ સહિત કોન્સ્ટેબલ રણજીતસિંહ, પ્રવિણભાઇ, દિપકુમાર અને રાયટર કેતનકુમાર જોડાયા હતા. પોલીસે આરોપી વિરુદ્ધ બી.એન.એસ. (BNS) ની કલમ 303(2) મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...