Friday, September 25, 2026

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

spot_img
Share

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના સચિવ પી. ભારતી તથા ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર વી. કે. પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો, અધિકારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સાયન્સ કાર્નિવલમાં વિવિધ આધુનિક ગેલેરીઓ અને આકર્ષક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીના નવીન પ્રયોગો, શોધો અને ઇનોવેશનને રસપ્રદ રીતે રજૂ કરવામાં આવ્યા છે. મહાનુભાવોએ વિવિધ ગેલેરીઓની મુલાકાત લઇ પ્રદર્શનો નિહાળ્યા અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો.આ ઉપરાંત, માઇક્રોન કંપની દ્વારા STEM અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત ખાસ સ્ટોલ્સ રજૂ કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત પર્યાવરણ અને જલવાયુ પરિવર્તન જેવા વર્તમાન મહત્વના વિષયો પર પણ વિશેષ પ્રદર્શનોનું આયોજન કરાયું છે.કાર્નિવલના મુખ્ય આકર્ષણોમાં સાયન્સ ક્વિઝ, ડ્રોન શો, સાયન્સ ડ્રામા, 3D રંગોળી, વિવિધ વર્કશોપ, નાઈટ સ્કાય ઓબ્ઝર્વેશન, હોલ ઓફ ફેમ પ્રદર્શન અને વૈજ્ઞાનિક ફિલ્મોનું પ્રદર્શન સામેલ છે. આ કાર્નિવલમાં મુલાકાતીઓને વિજ્ઞાનને પ્રયોગાત્મક અને મનોરંજક રીતે અનુભવવાની સારી તક મળશે.

આ કાર્યક્રમમાં રાજ્યભરની વિવિધ શાળાઓમાંથી હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લઇ રહ્યા છે. આ કાર્નિવલનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસાવવો, નવીનતા પ્રત્યે રસ જગાવવો અને શીખવાની પ્રેરણા આપવાનો છે.ગુજરાત સાયન્સ સિટી દ્વારા આયોજિત આ કાર્નિવલ જ્ઞાન અને મનોરંજનનું અનોખું સંયોજન બની દરેક વયના લોકો માટે પ્રેરણારૂપ સાબિત થઈ રહ્યો છે.

આયોજકોએ જણાવ્યું છે કે આ કાર્નિવલ વિદ્યાર્થીઓને પુસ્તકીય જ્ઞાનથી આગળ વધીને હાથ અનુભવ આધારિત શિક્ષણ મેળવવાની સુવર્ણ તક પૂરી પાડશે. રાજ્યભરમાંથી 20 હજારથી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વિજ્ઞાનપ્રેમીઓની મુલાકાતની અપેક્ષા રાખવામાં આવી છે.સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર વી.કે. પટેલ તથા અન્ય અધિકારીઓ સહિત બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વિજ્ઞાનપ્રેમીઓએ આ પ્રસંગે ઉપસ્થિતિ દર્શાવી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...