Thursday, September 17, 2026

નારણપુરામાં પાર્કિંગ પ્લોટમાંથી જુગાર અડ્ડો ઝડપાયો, 5.23 લાખનો મુદ્દામાલ સાથે 9 શખ્સો ઝડપાયા

spot_img
Share

અમદાવાદ : શહેરના નારણપુરા વિસ્તારમાં PCBએ મોટી કાર્યવાહી કરીને જુગારધામનો પર્દાફાશ કર્યો છે. AEC ચાર રસ્તા પાસે આવેલા AMC ના ખુલ્લા પાર્કિંગ પ્લોટમાં મૂકવામાં આવેલા કન્ટેનરની અંદર ધમધમતા જુગારના અડ્ડા પર પોલીસે ત્રાટકીને 9 ઈસમોને રંગેહાથ ઝડપી પાડ્યા છે.આરોપીઓ બહારથી આવીને જુગાર રમતા હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, પોલીસ કમિશનરની PCB સ્ક્વોડની ટીમને બાતમી મળી હતી કે નારણપુરાના AEC ચાર રસ્તા પાસેના AMC પાર્કિંગમાં એક કન્ટેનરને જુગાર રમવા માટેનું સેફ હાઉસ બનાવવામાં આવ્યું છે. આ બાતમીના આધારે PCBની ટીમે દરોડો પાડતા અંદર પત્તા ટીપી રહેલા 9 શખ્સોમાં દોડધામ મચી ગઈ હતી. પકડાયેલા તમામ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ દરોડા દરમિયાન PCBએ લાખોની મત્તા જપ્ત કરી છે. પોલીસને જુગારના ટેબલ પરથી 3,03,000 રોકડા મળી આવ્યા હતા. આ ઉપરાંત, આરોપીઓ પાસેથી 10 નંગ મોંઘા મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે. આમ, રોકડ અને મોબાઈલ મળીને કુલ 5,23,000/- નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે.

નારણપુરા જેવા પોશ વિસ્તારમાં અને તે પણ સરકારી પ્લોટમાં કન્ટેનરની અંદર જુગાર રમાતો હોવાની ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા છે. શું આ જુગારધામ લાંબા સમયથી ચાલતું હતું? અને કોના પીઠબળથી આ પ્રવૃત્તિ થઈ રહી હતી? તે દિશામાં હવે પોલીસે તપાસ તેજ કરી છે. PCBની આ સફળ કામગીરીથી જુગારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...