Tuesday, April 7, 2026

પાલડીમાં કોંગ્રેસે લઘુમતી ઉમેદવાર રાખતા ધારાસભ્ય અમિત શાહ બગડ્યા, સોશિયલ મીડિયા પર કરી આ પોસ્ટ

spot_img
Share

અમદાવાદ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેરાત બાદ ભાજપ અને કોંગ્રેસ એક્ટિવ બની ગયું છે. જેમાં કોંગ્રેસે ભાજપ પહેલા અમદાવાદ મહાનગરપાલિકાના 48 વોર્ડ પૈકી કેટલાક વોર્ડ અંગેના નામ જાહેર કર્યા છે. કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવતાની સાથે જ અમદાવાદના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો છે. ખાસ કરીને પાલડીના વોર્ડ નં. 30 વિસ્તારમાં લઘુમતી ઉમેદવારને સ્થાન આપવા મામલે વિવાદ છેડાયો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, એલિસબ્રિજ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય અને પૂર્વ શહેર પ્રમુખ અમિત શાહ દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી લખ્યું કે, ‘વાહ રે કોંગ્રેસ વાહ, પાલડી વિસ્તારમાં લઘુમતી ઉમેદવાર, અશાંતધારાનો કડક અમલ થશે અને ડંકાની ચોંટે થશે.’પાલડીમાં વધતા લઘુમતી પ્રભુત્વને લઈને અગાઉ પણ સવાલો ઉઠ્યા છે, ત્યારે ધારાસભ્યની આ પોસ્ટથી આગામી ચૂંટણી પૂર્વે નવા રાજકીય સમીકરણો રચાય તેવા સંકેતો મળી રહ્યા છે.

જોકે કોંગ્રેસે જાહેર થયેલા ઉમેદવારોની પેનલમાં પાલડી વોર્ડ નં.30 પાલડી માટે કોંગ્રેસે ફાહેજાબાનુ મો. ફારુક શેખ, સીમાબેન સોલંકી, અર્જુન પ્રહલાદભાઈ નાયક અને રાગીનકુમાર રમેશભાઈ બેંકર મેન્ડેડ આપ્યું છે. હવે જ્યારે કોંગ્રેસે લઘુમતી ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે, ત્યારે ધારાસભ્ય અમિત શાહે અશાંતધારાના કડક અમલની વાત પર ભાર મૂકીને રાજકીય મોરચે લડત આપવાના સંકેત આપ્યા છે. ત્યારે હવે મતદારો કોને સમર્થન આપે છે, તે જોવું રહ્યું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...