Thursday, June 4, 2026

અમદાવાદમાં AMA દ્વારા LIVEWELLCON 2026 કોન્ફરન્સ યોજાઈ ; 900થી વધુ ડૉક્ટર્સની હાજરી, મેડિકલ ટુરિઝમ હબ બનાવવાની દિશામાં પગલું

spot_img
Share
અમદાવાદ : અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA) દ્વારા અટલ કલામ ઇનોવેશન સેન્ટર, ગુજરાત યુનિવર્સિટી ખાતે આયોજિત AMA LIVEWELLCON 2026 કોન્ફરન્સ ભવ્ય રીતે પૂર્ણ થયું, જેમાં આશરે 900થી વધુ ડૉક્ટર્સે ભાગ લીધો.“Beyond Scalpel & Stethoscope” થીમ પર આધારિત આ કોન્ફરન્સ ડૉક્ટર્સની ક્લિનિકલ ભૂમિકાની બહાર જઈને તેમના સર્વાંગી વિકાસ પર કેન્દ્રિત રહી હતી.
અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA) દ્વારા યોજાયેલ AMA LIVEWELLCON 2026 કોન્ફરન્સનું મુખ્ય આકર્ષણ Gujarat Medical Value Travel (MVT) Stakeholder Consultation રહ્યું, જે ગુજરાત ટુરિઝમ સાથે સંયુક્ત રીતે યોજાયું હતું. આ સત્રમાં હેલ્થકેર, ટ્રાવેલ અને હોસ્પિટાલિટી ક્ષેત્રના નિષ્ણાતોએ ભાગ લીધો અને ગુજરાતને વૈશ્વિક મેડિકલ ટૂરિઝમ હબ તરીકે વિકસાવવા માટે વ્યૂહરચનાઓ પર ચર્ચા કરી.કોન્ફરન્સમાં કમ્યુનિકેશન સ્કિલ્સ, ફિટનેસ, ફાઇનાન્શિયલ લિટરેસી અને મેન્ટલ વેલબીંગ જેવા મહત્વપૂર્ણ વિષયો પર વિશેષ સત્રો યોજાયા.
આ પ્રસંગે AMA ના પ્રમુખ ડૉ. જિગ્નેશ શાહએ જણાવ્યું હતું:“આ કોન્ફરન્સ ડૉક્ટર્સ માટે નવી દિશા દર્શાવે છે, જેમાં ક્લિનિકલ નિપુણતા સાથે કમ્યુનિકેશન, ફાઇનાન્સ અને વ્યક્તિગત વેલબીંગ પર પણ ભાર મુકવામાં આવ્યો છે. 900થી વધુ ડૉક્ટર્સની હાજરી એ બદલાવ માટેની તૈયારી દર્શાવે છે.”
AMA ના સન્માનનીય સચિવ ડૉ. મૌલિક શેઠએ જણાવ્યું હતું:“કમ્યુનિકેશન સ્કિલ્સ, ફિટનેસ, ફાઇનાન્સ, ભગવદ ગીતા અને હ્યુમર ઇન મેડિસિન જેવા વિષયો પર મળેલો ઉત્સાહજનક પ્રતિસાદ બતાવે છે કે ડૉક્ટર્સ હવે સર્વાંગી વિકાસ તરફ આગળ વધી રહ્યા છે. આ કોન્ફરન્સે ભવિષ્યના મેડિકલ ઇવેન્ટ્સ માટે નવો માપદંડ સ્થાપિત કર્યો છે.”
કોન્ફરન્સમાં નીચે મુજબના વિશેષ સત્રો યોજાયા:
•ડૉક્ટર-પેશન્ટ કમ્યુનિકેશન સ્કિલ્સ
•ડૉક્ટર્સ માટે ફિટનેસ અને મેન્ટલ વેલબીંગ
•પર્સનલ અને બિઝનેસ ફાઇનાન્સ
•ભગવદ ગીતા અને હ્યુમર ઇન મેડિસિન જેવા અનોખા વિષયો
•મેડિકલ વિદ્યાર્થીઓ માટે ખાસ સત્રો
મેડિકલ વેલ્યુ ટ્રાવેલ કન્સલ્ટેશનમાં IVF, ડેન્ટલ, કોસ્મેટિક અને વેલનેસ ટૂરિઝમ જેવા ક્ષેત્રોમાં સફળ મોડેલ્સ પરથી ચર્ચા કરવામાં આવી અને અંતે કાર્યાત્મક માર્ગદર્શિકા અને સ્પષ્ટ રોડમેપ સાથે સત્ર પૂર્ણ થયું. AMA LIVEWELLCON 2026 તેની નવીનતા, વ્યાપકતા અને પ્રભાવશાળી આયોજન માટે વ્યાપક પ્રશંસા પામી રહ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...