Friday, September 18, 2026

ગોતા ઓવર બ્રિજ પાસે રેપિડોચાલક પર ડમ્પરનું વ્હીલ ફરી વળ્યું,ચાલક સાથે પેસેન્જરનું પણ મોત

spot_img
Share

અમદાવાદ : શહેરમાં ભારે વાહનો અને ખાસ કરીને ડમ્પર ચાલકોનો આતંક અટકવાનું નામ નથી લઈ રહ્યો. શહેરના ગોતા ઓવરબ્રિજ પર આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો, જેમાં બે આશાસ્પદ યુવકોએ જીવ ગુમાવ્યા છે. પૂરઝડપે આવી રહેલા એક ડમ્પર ચાલકે બાઈક સવાર બે યુવકોને જોરદાર ટક્કર મારી અડફેટે લીધા હતા. આ અકસ્માત એટલો ભીષણ હતો કે બાઈક પર સવાર બંને યુવકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. પોલીસે અકસ્માત કરનાર ડમ્પરચાલક વિમલ ડોડિયાની ધરપકડ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મૂળ થરાદના વતની અને હાલ પાલડીના કોચરબ વિસ્તારમાં રહેતા નરપતભાઈ ડાંફી રેપિડોમાં બાઈક રાઈડર તરીકે કામ કરતા હતા. આજે સાંજે તેઓ મુસાફર સુશીલ યાદવ (મૂળ રહે. યુ.પી.)ને લઈને વૈષ્ણોદેવી સર્કલ તરફ જઈ રહ્યા હતા. ગોતા બ્રિજ ઉતરતી વખતે નરપતભાઈએ આગળ જઈ રહેલા ડમ્પરને જમણી બાજુથી ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો.

ઓવરટેક કરતી વખતે બાઈકનું હેન્ડલ અચાનક ડમ્પર સાથે અથડાયું હતું, જેના કારણે નરપતભાઈએ સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. સંતુલન બગડતા જ બાઈક ચાલક અને મુસાફર બંને સીધા ડમ્પરના આગળના વ્હીલ નીચે આવી ગયા હતા. ડમ્પરનું તોતિંગ વ્હીલ બંને યુવકોના શરીર પરથી ફરી વળતા તેમનું ઘટનાસ્થળે જ અત્યંત કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

એસ.જી-1 ટ્રાફિક પોલીસ સ્ટેશનના પી.આઇ. આર. વી વીંછીએ જણાવ્યું કે, અકસ્માતની જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે અકસ્માત કરનાર ડમ્પરચાલક વિમલ ડોડિયાની ધરપકડ કરી છે. હાલ બંને મૃતકોના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. બંને મૃતકો અમદાવાદ બહારના છે, જેથી તેમના પરિવારને પણ જાણ કરવામાં આવી છે.

એસ.જી. હાઈવે અને ફ્લાયઓવર પર બેફામ દોડતા ભારે વાહનો નિર્દોષ વાહનચાલકો માટે જોખમરૂપ બની રહ્યા છે. સ્થાનિક રહીશોમાં પણ આ ઘટનાને પગલે ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અને ભારે વાહનોથી સુરક્ષિત અંતર જાળવવા અપીલ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...