Thursday, September 17, 2026

અમદાવાદ મેટ્રોમાં ‘મોબાઈલ રીલ્સ’નું પ્રદૂષણ: મુસાફરોની શાંતિ જોખમાઈ, સોશિયલ મીડિયા પર ઉઠ્યો અવાજ

spot_img
Share

અમદાવાદ: શહેરની શાન ગણાતી અમદાવાદ મેટ્રોમાં મુસાફરી કરતા લોકો માટે હવે ‘મોબાઇલ પર જોરથી વગાડવામાં આવતા મ્યુઝિક અને રીલ્સ’ એક મોટી માથાના દુખાવા સમાન સમસ્યા બની રહી છે. મેટ્રોના કોચમાં શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે મુસાફરો દ્વારા તંત્ર સમક્ષ કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, અમદાવાદમાં મેટ્રો મુસાફર પ્રણવ વસાવડાએ ટ્વિટર (X) ના માધ્યમથી આ ગંભીર મુદ્દો ઉઠાવ્યો છે. તેમના જણાવ્યા અનુસાર, મેટ્રોમાં મુસાફરી દરમિયાન કેટલાક મુસાફરો મોબાઇલ પર સોશિયલ મીડિયા રીલ્સ અથવા ગીતો અત્યંત ઊંચા અવાજે વગાડતા હોય છે. આને કારણે અન્ય મુસાફરોને અસ્વસ્થતા અનુભવાય છે અને મેટ્રોનો શાંતિપૂર્ણ મુસાફરીનો અનુભવ બગડે છે.

મુસાફરોની મુખ્ય માંગણીઓ:
સોશિયલ મીડિયા પર મુકાયેલી આ રજૂઆતમાં મેટ્રો પ્રશાસનને નીચે મુજબના પગલાં લેવા વિનંતી કરવામાં આવી છે:
હેડફોનનો ઉપયોગ: મુસાફરોને ફરજિયાત અથવા વધુમાં વધુ હેડફોનનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે.
જાહેર સૂચનાઓ: મેટ્રો સ્ટેશન અને ટ્રેનની અંદર એનાઉન્સમેન્ટ (જાહેર સૂચનાઓ) દ્વારા મુસાફરોને નમ્રતાપૂર્વક અન્યની શાંતિ ન ભંગ કરવા સમજાવવામાં આવે.
ડિજિટલ શિષ્ટાચાર: જાહેર પરિવહનમાં ડિજિટલ સાધનોનો ઉપયોગ કરતી વખતે રાખવી પડતી સાવચેતી અંગે જાગૃતિ ફેલાવવામાં આવે.

તમને જણાવી દઈએ કે રેલવેમાં મુસાફરી દરમિયાન વિભાગ અવારનવાર આ પ્રકારની સૂચનાઓ આપવામાં આવતી હોય છે, આ ઉપરાંત રેલવે પ્લેટફોર્મ પર અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી મુસાફરો માટે નિયમિત સૂચનાઓ આપવામાં આવે છે.આમ રેલવે વિભાગની જેમ જ મુસાફરોને ફરજિયાત અથવા વધુમાં વધુ હેડફોનનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે અને જાહેર પરિવહનમાં ડિજિટલ સાધનોનો ઉપયોગ કરતી વખતે રાખવી પડતી સાવચેતી અંગે જાગૃતિ ફેલાવવામાં આવે.

અમદાવાદ મેટ્રો એ શહેરની જીવનરેખા બની રહી છે, ત્યારે તેમાં શિસ્ત અને શાંતિ જાળવવી એ દરેક નાગરિકની જવાબદારી છે. પ્રણવ વસાવડાની આ પોસ્ટ બાદ અન્ય મુસાફરોએ પણ સમર્થન આપતા જણાવ્યું છે કે, મેટ્રો પ્રશાસને આ બાબતે ચોક્કસ ગાઈડલાઈન બહાર પાડવી જોઈએ જેથી દરેક મુસાફર આરામદાયક મુસાફરીનો આનંદ માણી શકે.હવે જોવાનું એ રહેશે કે અમદાવાદ મેટ્રો રેલ કોર્પોરેશન આ બાબતે કેવા પ્રકારના પગલાં ભરે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...