Saturday, April 25, 2026

ઘાટલોડિયા, ગોતા અને બોડકદેવમાં ગંદકી ફેલાવતા એકમો સામે AMCનો સપાટો, 42 એકમોને ફટકારી નોટિસ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરમાં સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન કરનારા અને ગંદકી ફેલાવતા એકમો સામે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં કરવામાં આવેલા આકસ્મિક ચેકિંગ દરમિયાન, જાહેર આરોગ્ય સાથે ચેડાં કરતા અને કચરાનો યોગ્ય નિકાલ ન કરતા કુલ 42 જેટલા વ્યાપારી એકમોને વહીવટી નોટિસ ફટકારવામાં આવી છે. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ શહેરમાં સ્વચ્છતા જાળવવાનો અને રોગચાળો ફેલાતો અટકાવવાનો છે.

રિપોર્ટ મુજબ, અમદાવાદ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા આ તપાસ દરમિયાન ગંભીર બેદરકારી દાખવતા ૪ એકમોને તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી સીલ કરી દેવામાં આવ્યા છે. જેમાં ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી ‘વાસુ ઓટો’ અને ચાંદલોડિયાની ‘ઓટો ગેસ’નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, પશ્ચિમ વિસ્તારમાં તંત્રએ લાલ આંખ કરતા ગોતામાં આવેલી જાણીતી ફૂડ ચેઈન ‘બેલ્જિયમ વોફલ’ અને બોડકદેવ વિસ્તારમાં પણ એક એકમને ગંદકીના મુદ્દે સીલ મારી દેવામાં આવ્યું છે. આ કાર્યવાહીથી વિસ્તારના અન્ય વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

AMCના અધિકારીઓના જણાવ્યા અનુસાર, શહેરના મુખ્ય માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં ગંદકી કરતા એકમો સામે આગામી દિવસોમાં પણ તપાસ ચાલુ રહેશે. નોટિસ ફટકારાયેલા એકમોને નિયત સમયમર્યાદામાં સ્વચ્છતા જાળવવા સૂચના આપવામાં આવી છે, અન્યથા તેમની સામે પણ સીલિંગ અને ભારે દંડની કાર્યવાહી થઈ શકે છે. કોર્પોરેશન દ્વારા નાગરિકો અને વેપારીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના પરિસરની સ્વચ્છતા જાળવી રાખે અને કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરી ‘ક્લીન સિટી’ અભિયાનમાં સહયોગ આપે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...