Thursday, September 17, 2026

અમદાવાદમાં ભાજપનો દબદબો, નવા વાડજ સહિતના આ વિસ્તારોમાં આખેઆખી પેનલો વિજેતા

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મહાનગરપાલિકાના 48 વોર્ડની મતગણતરીમાં ભાજપે ધમાકેદાર શરૂઆત કરી છે. ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય પ્રદર્શન કરીને સત્તા જાળવી રાખી છે. શહેરની કુલ 192 બેઠકો પૈકી ભાજપે 101 બેઠકો પર વિજય મેળવીને સ્પષ્ટ બહુમતી હાંસલ કરી છે.જનતાએ વિકાસના એજન્ડાને સમર્થન આપીને ફરી એકવાર કેસરીયો લહેરાવ્યો છે.

રિપોર્ટ મુજબ, શહેરના મોટાભાગના વિસ્તારોમાં ભાજપની પેનલનો દબદબો જોવા મળ્યો છે. અમદાવાદમાં પશ્ચિમ વિસ્તારના જોધપુર, ગોતા, નવરંગપુરા, નવા વાડજ, નારણપુરા, અસારવા, ભાજપની આખેઆખી પેનલ વિજેતા જાહેર થઈ છે. આ જીત સાથે ભાજપે 101 બેઠકો પર વિજય મેળવીને સ્પષ્ટ બહુમતી હાંસલ કરી છે અને પણ મતદારોએ વિકાસના કામો પર મહોર લગાવી છે. કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

અમદાવાદમાં ચાંદખેડામાં ભાજપની પેનલનો ભવ્ય વિજય થયો છે. કોંગ્રેસના વર્તમાન કોર્પોરેટર રાજશ્રી કેસરીનો પરાજય થયો છે. તેઓ છેલ્લા બે ટર્મથી રાજશ્રી કેસરી કોર્પોરેટર હતા. બાપુનગરમાં ભાજપની પેનલ તૂટી છે, આ વર્ષે ત્રણ ભાજપ અને એક કોંગ્રેસની જીત થઇ છે. કોંગ્રેસના નાગજી દેસાઈની જીત થઇ છે. બાપુનગરમાં ભાજપની લહેર હોવા છતાં કોંગ્રેસના ઉમેદવારે મતદારોનો વિશ્વાસ મેળવ્યો છે.

શહેરના અમુક વિસ્તારોમાં કોંગ્રેસે પોતાનું વર્ચસ્વ જાળવવામાં સફળતા મેળવી છે. દરિયાપુર વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલ વિજયી બની છે. વિજેતા ઉમેદવારોમાં મોનાબેન પ્રજાપતિ, સમીર મોહમ્મદ શેખ, ઈમ્તિયાઝ શેખ અને નીરવ બક્ષીનો સમાવેશ થાય છે. બહેરામપુરા વોર્ડમાં પણ કોંગ્રેસની પેનલે જીત મેળવીને પોતાનો ગઢ જાળવી રાખ્યો છે. ભાજપની લહેર હોવા છતાં આ વિસ્તારોમાં કોંગ્રેસના ઉમેદવારોએ મતદારોનો વિશ્વાસ મેળવ્યો છે.

અમદાવાદ મ્યુ કોર્પોરેશન ઉપરાંત અમદાવાદ જિલ્લાની નગરપાલિકાઓમાં પણ ભાજપનો વિજયી લહેર જોવા મળી છે. ધોળકા નગરપાલિકા અહીંના વોર્ડ નંબર 1 માં ભાજપની આખેઆખી પેનલનો ભવ્ય વિજય થયો છે. વિરમગામમાં પણ ભાજપે મક્કમ પકડ જાળવી રાખી છે. અહીં પણ વોર્ડ નંબર 1 માં ભાજપની પેનલ વિજેતા જાહેર થઈ છે.

ગુજરાતના શહેરી વિસ્તારો ભાજપના ગઢ સમાન રહ્યા છે. અમદાવાદ અને રાજકોટ મહાનગરપાલિકામાં છેલ્લા 20 વર્ષથી અને સુરત, વડોદરા, જામનગર અને ભાવનગરમાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું એકહથ્થું શાસન છે. અનેક રાજકીય ઉતાર ચડાવ વચ્ચે પણ શહેરી વિસ્તારોમાં ભાજપે પકડ બનાવી રાખવામાં સફળ રહ્યો છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...