Thursday, September 17, 2026

અમદાવાદ થયું પાણી-પાણી : 12 ઇંચ વરસાદ ખાબકતા હાહાકાર, શાળા-કોલેજો બંધ, અંડરપાસ કરાયા બંધ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં અતિભારે વરસાદે જનજીવનને અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. શહેરમાં દિવસ દરમિયાન સરેરાશ 16 ઇંચ જેટલો વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, જ્યારે અનેક અંડરપાસ બંધ કરવામાં આવ્યા છે. આગામી 24 કલાકમાં પણ ભારે વરસાદની આગાહીને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ નાગરિકોને બિનજરૂરી રીતે બહાર ન નીકળવાની અપીલ કરી છે.

મ્યુનિસિપલ કમિશનરે વીડિયો સંદેશ દ્વારા જણાવ્યું કે ભારે વરસાદને ધ્યાનમાં રાખીને 24 જુલાઈએ અમદાવાદની તમામ શાળા, કોલેજ અને આંગણવાડીઓ બંધ રાખવામાં આવશે. તેમણે ખાનગી કંપનીઓ અને સંસ્થાઓને પણ શક્ય હોય ત્યાં સુધી કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમની સુવિધા આપવા અથવા રજા આપવા અપીલ કરી છે. કમિશનરે કહ્યું કે આજે રાત્રે તેમજ આવતીકાલે અને પરમદિવસે પણ ભારે વરસાદની શક્યતા છે. પરિસ્થિતિને પહોંચી વળવા AMCની તમામ ટીમો ખડેપગે તૈનાત છે.

શહેરમાં ભારે વરસાદના કારણે અખબારનગર, મકરબા, મીઠાખળી, કુબેરનગર, પરિમળ, શાહીબાગ, જલારામ, દક્ષિણી, ઉસ્માનપુરા અને કાળીગામ ડેમો સહિત કુલ 10 મુખ્ય અંડરપાસ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. જેના કારણે અનેક માર્ગો પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. વરસાદના આંકડા પ્રમાણે બાકરોલમાં 18 ઇંચ, બોપલમાં 18 ઇંચ, સરખેજ અને જોધપુરમાં 16 ઇંચ, મકતમપુરા અને બોડકદેવમાં 16 ઇંચ, જ્યારે થલતેજમાં 16 ઇંચ વરસાદ નોંધાયો છે.

દરમિયાન સાબરમતી નદીમાં પાણીની આવક વધતા વાસણા બેરેજના તમામ 20 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદનું તંત્ર અને કંટ્રોલ રૂમ 24 કલાક હાઈ એલર્ટ પર છે. તંત્રએ નાગરિકોને પાણી ભરાયેલા વિસ્તારો, અંડરપાસ અને નદી-નાળા નજીક જવાનું ટાળવા તથા જરૂરી ન હોય તો ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી છે. ભારે વરસાદ વચ્ચે લોકોની સુરક્ષા માટે AMCની ટીમો સતત કામગીરી કરી રહી છે.

હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં હજુ પણ ભારે તથા અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અને વિદ્યાર્થીઓની સુરક્ષાના ભાગરૂપે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તકેદારીના પગલારૂપે શહેરની તમામ શાળાઓ અને કોલેજોમાં આજે તેમજ આવતીકાલે રજા જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...