Thursday, September 17, 2026

સુભાષ બ્રિજ પાસે ACBની મોટી ટ્રેપ : ટ્રાફિક પોલીસના ASI રૂ. 10 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં 28 જુલાઈના રોજ સુભાષ બ્રિજ પોલીસ ચોકી પાસે આવેલી શ્રીજી ચાય વાલાની દુકાનમાં એસીબીએ છટકું ગોઠવીને ‘એલ’ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના ASI મુકેશજી જીવણજી રાજપુતને રૂપિયા 10,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. એક જાગૃત નાગરિકે ફરિયાદ નોંધાવતા એસીબી દ્વારા આ સફળ ટ્રેપ પાર પાડવામાં આવી હતી.

રિપોર્ટ મુજબ, રાણીપ વિસ્તારમાં થયેલા એક અકસ્માત કેસમાં ફરિયાદીના વિરુદ્ધ ‘એલ’ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં એક્સિડન્ટ બાબતે એક અરજી થયેલી હતી. આ અરજીની તપાસ આરોપી ASI મુકેશભાઈ કરી રહ્યા હતા. અરજીને નિકાલ કરવા માટે આરોપીએ ફરિયાદી પાસે રૂપિયા 10,000ની લાંચની માંગણી કરી હતી. જોકે, ફરિયાદી લાંચની આ રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે તરત જ એસીબીનો સંપર્ક કરીને પોલીસ કર્મચારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદ મળતાની સાથે જ એસીબી એ લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમની ટીમે નક્કી કરેલા સ્થળે વોચ ગોઠવી હતી. જ્યાં આરોપી મુકેશભાઈએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને લાંચના 10 હજાર રૂપિયા સ્વીકાર્યા અને તરત જ એસીબીની ટીમે તેમને ઝડપી લીધા હતા. એસીબીએ લાંચની પૂરેપૂરી રકમ રિકવર કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા તાજેતરમાં જ ટ્રાફિક પોલીસને દંડ ન વસૂલી માત્ર ટ્રાફિક નિયમન કરવા જ સૂચના આપવામાં આવી છે. ત્યારે શહેરના કલેક્ટર કચેરીની બાજુમાં ચાની દુકાનમાં અક્સ્માત અંગેની અરજીમાં 10 હજારની લાંચ લેતા ટ્રાફિકના ASI ઝડપાતા પોલીસ બેડામાં ચર્ચા ઉઠી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...