Wednesday, September 16, 2026

ત્રણ દિવસમાં બીજી વખત વંદે ભારત એક્સપ્રેસે જીવ બચાવવાનું કામ કર્યું, અંકલેશ્વરનું ‘દિલ’ અમદાવાદ પહોંચાડ્યું

spot_img
Share

અમદાવાદ : વંદે ભારત ટ્રેનની મદદ થી ફરી એક વખત જરૂરિયાતમંદને નવજીવન મળશે. અંકલેશ્વર રેલવે સ્ટેશન પર પ્રથમ વખત વંદે ભારત એક્સપ્રેસ રોકવામાં આવી હતી. અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલ ટીમ દ્વારા અંકલેશ્વરથી ટ્રેનમાં હૃદય અમદાવાદ લાવવામાં લાવવામાં આવ્યું હતું. ડોનર હૃદયનું રિટ્રીવલ અંકલેશ્વર સ્થિત જયાબેન મોદી મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલમાંથી કરાયું છે. ત્રણ દિવસ માં બીજી વખત હૃદયને યુ.એન.મહેતા. હોસ્પિટલ લાવવા વંદેભારત એક્સપ્રેસ ટ્રેનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

રિપોર્ટ મુજબ, યુ.એન. મહેતા હોસ્પિટલની તબીબી ટીમ દ્વારા અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલમાંથી આ હૃદય મેળવવામાં આવ્યું હતું. હોસ્પિટલથી અંકલેશ્વર રેલ્વે સ્ટેશન સુધી મિનિટોમાં ઓર્ગન ટ્રાન્સપોર્ટટેશન માટે ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો, જેમાં ઓછામાં ઓછો પરિવહન સમય લાગે તેની તકેદારી રાખવામાં આવી હતી. ઑર્ગન ટ્રાન્સપ્લાન્ટેશનમાં એક એક મિનિટ મહત્વની હોય છે અને દરદી માટે જીવનમરણનો ખેલ બની રહે છે.

ત્રણ દિવસમાં આ બીજી વખત બન્યું છે જ્યારે વંદે ભારત એક્સપ્રેસનો ઉપયોગ દાનમાં મળેલા અવયવને યુ.એન. મહેતા હોસ્પિટલમાં લઈ જવા માટે કરવામાં આવ્યો છે. આગામી પ્રક્રિયા યુ.એન. મહેતા હોસ્પિટલમાં કરવામાં આવતી 78મી સફળ હૃદય પ્રત્યારોપણ (હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશન છે, તેવી માહિતી પણ સૂત્રો દ્વારા મળી હતી. વંદેભારત ની તેજ ગતિની મદદથી ગુજરાતમાં ફરી એક વખત જરૂરિયાતમંદને નવજીવન મળશે. યુ એન મહેતાનું 78 મુ ટ્રાન્સપ્લાન્ટ સફળ થશે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...